વડોદરાઃ યુએસએની યુનિ.માં એડમિશનના નામે વડોદરાના એક વિદ્યાર્થી સાથે રૃ.૧૩.૬૮ લાખની ઠગાઇ થતાં પોલીસ ફરિયાદ થઇ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,એરપોર્ટ સામે મારૃતિધામ કોમ્પ્લેક્સમાં રહેતા ભરતભાઇ દળવીએ તેમના પુત્રને યુએસએમાં વધુ અભ્યાસ માટે મોકલવા રેસકોર્સ ચકલી સર્કલ પાસેની ઓવરસીઝ એજ્યુકેશન લિ.નો સંપર્ક કર્યો હતો.જ્યાં નવેમ્બર-૨૦૨૩માં અલાબા યુનિ.માં એડમિશન માટે વાત થઇ હતી અને મૈત્રી ગુપ્તાએ ઓફર લેટર કન્ફર્મ કરવા માટે ૨૦૩૦ ડોલર(૧.૭૧ લાખ) વિપુલ જગદીશભાઇ ચૌહાણ(આર્યા ઇલાઇટ-૨, નારાયણવાડી પાછળ,અટલાદરા)ને આપવા કહ્યું હતું.
વિપુલે રૃપિયા યુનિ.માં ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ ટયુશન ફી માટે રૃ.૧૩.૬૮ લાખ લીધા હતા.જેની રિસિપ્ટ પણ મોકલી હતી.પરંતુ વિદ્યાર્થી જ્યારે અમેરિકા ગયો ત્યારે તેને ફી નહિ ભરે તો બે ટકાની લેટ ફી પેનલ્ટીની ચીમકી મળી હતી.જેથી વિપુલે રૃપિયા જમા નહિ કરાવતાં તેનો સંપર્ક કર્યો હતો.પરંતુ તેની પત્નીએ કહ્યું હતું કે,વિપુલ ક્યાં છે તેની મને પણ ખબર નથી.જેથી અમારા રૃપિયા પરત નહિ મળતાં હરણી પોલીસે ગુનો નોંધ્યો છે.