gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in INDIA
0 0
0
પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ ટ્રેક્ટર કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવશે                   

– પ્રીસિઝન ફાર્મિંગ માટે વિકસાવાયેલી ટેકનોલોજી ખેડૂતોને ખેતી વિષયક કામો સરળતાથી કરી આપી ઉત્પાદન વધારશે

લુધિયાણા : ઇલોન મસ્કની વીજ સંચાલિત કાર બનાવતી કંપની ટેસ્લાનો નવો શો રૂમ મુંબઇમાં ખૂલ્યો તેના બધાં વખાણ કરી રહ્યા છે પણ પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નિષ્ણાતોએ એઆઇ સંચાલિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવું ટ્રેકટર વિકસાવ્યું છે જે ખેતીકામને એક નવી જ ઉંચાઇએ લઇ જશે. વાઇસ ચાન્સેલર સતબીર સિંહ ગોસલે જણાવ્યું હતું કે એકવાર ખેડૂત જરૂરી માહિતી આપે કે ટ્રેકટર વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડવું, વાવણી અને અન્ય ખેતીના કામ આપોઆપ કરી લે છે. જેને કારણે કૃષિ ઉત્પાદન વધે છે, થાક ઘટે છે અને શ્રમની જરૂરિયાતમાં ૪૦ ટકાનો ઘટાડો થાય છે.

ઓટો સ્ટિયરિંગ સિસ્ટમ લગાડેલાં ટ્રેક્ટરનું નિદર્શન કરતાં પંજાબ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ગોસલે જણાવ્યું હતું કે પ્રિસિઝન ફાર્મિગ માટે વિક્સાવવામાં આવેલી આ ટેકનોલોજી ખેડૂતોને વાવણી, નિંદામણ, રોપણી અને ખેતી વિષયક કામો તેમના ખેતરમાં કરવામાં સહાય કરશે. પંજાબ કૃષિ યુનિવર્સિટીનું સ્માર્ટ સીડર વાપરી ખેડૂત તેના કામોના નિર્ણય લેવાનું કામ પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ-એઆઇને સોંંપી શકે છે. 

કૃષિ અને વન ક્ષેત્રમાં કામમાં લેવાતી મશીનરી માટે ઉપયોગમાં લેવાતાં પ્રમાણિત કોમ્યુનિકેશન્સ પ્રોટોકોલ ઇસોબસથી સજ્જ કોન્સોલ આ ટ્રેકટરમાં ફીટ કરવામાં આવ્યું છે. જેના વડે એડવાન્સ ફિચર્સ જેમ કે  જાતે વળાંક લેવો, વાવણીની હાર ટાળવી અને અન્ય કામો આપોઆપ થઇ શકે છે. માત્ર એક બટન દબાવી ખેડૂત ટ્રેક્ટરને મેન્યુઅલ મોડમાંથી ઓટોમેટિક મોડમાં મુકી શકે છે. આ સિસ્ટમમાં મહત્વના પૂર્જાઓમાં જીએનએસએસ રિસિવર મુખ્ય છે જેનો ઉપયોગ ચોકસાઇપૂર્ણ સ્થિતિ નક્કી કરવા માટે થાય છે. જ્યારે વ્હીલ એન્ગલ સેન્સર ગવંડરની મુવમેન્ટ નક્કી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત મોટરાઇઝડ સ્ટિયરીંગ યુનિટ ટ્રેક્ટરને આપોઆપ સંચાલન કરવામાં ઉપયોગી બને છે. 

ગોસલે જણાવ્યું હતું કે પ્રકાશ ઓછો હોય તેવા સંજોગોમાં પણ આ ટ્રેકટર બરાબર ચાલે છે. ખેતીના કામમાં અમુક વિસ્તારો વાવણી વિના રહી જતાં હોય તેમાં આ સિસ્ટમ ઘટાડો કરે છે. આ સિસ્ટમમાં ત્રણ ચીજો મુખ્ય છે, જીપીએસ, સેન્સર્સ અને કમ્પ્યુટર. ડ્રાઇવરની સીટ પર ટેબલેટ ગોઠવવામાં આવ્યું છે. જેમાં જરૂરી ડેટા નાંખતાં જ એઆઇ દ્વારા જરૂરી નિર્ણય આપોઆપ લેવામાં આવે છે. ખેતીકામની પ્રક્રિયા ઉત્તમ રીતે કરવામાં આ ટેકનોલોજી ડ્રાઇવરને સહાયરૂપ બને છે. સામાન્ય રીતે વાવણીમાં થતાં પુનરાવર્તનમાં વર્તમાન સિસ્ટમથી ત્રણથી બાર ટકાનો ઘટાડો થાય છે. પણ ઓટો સ્ટિયરિંગ સિસ્ટમ ધરાવતાં ટ્રેકટર દ્વારા આ પુનરાવર્તન ઘટીને એક ટકો થઇ જાય છે. જે જગ્યા વાવણી કરવાની રહી જતી હતી તે બેથી સાત ટકા હતી તે આ સિસ્ટમ વાપરવાથી એક ટકાથી ઓછી થતી જણાઇ હતી. 

ગોસલે જણાવ્યું હતું કે યુએસની કંપનીની સહાયથી વિકસાવવામાં આવેલી આ સિસ્ટમનો વિદેશમાં વ્યાપક ઉપયોગ થાય છે. કંપની દ્વારા જે ટેબલેટ પુરી પાડવામાં આવે છે  તે વાપરવાની  પંજાબ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરાઇ છે. આ ટ્રેક્ટરને કૃષિ મેળામાં લઇ જઇ તેનું પ્રદર્શન કરવામાં આવશે અને ખેડૂતોને તેના દ્વારા થતાં લાભો વિશે સમજાવવામાં આવશે. અમને આશા  છે કે ભારતમાં કંપનીઓ દ્વારા આ ટેકનોલોજી અપનાવવામાં આવશે. આ સિસ્ટમ લોન્ચ કરીપંજાબ યુનિવર્સિટીએ કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ લાવવાની તેની પ્રતિબદ્ધતાને દાખવી છે તેમ ગોસલે જણાવ્યું હતું. કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના ડીન મનજીત સિંહે જણાવ્યું હતું કે આ ટેકનોલોજીએ નોંધપાત્ર પરિણામો દર્શાવ્યા છે. આ સિસ્ટમ ખેતરની ઉત્પાદન ક્ષમતામાં તે બાર ટકાનો વધારો કરે છે, થાકમાં ૮૫ ટકાનો ઘટાડો કરે છે અને શ્રમની જરૂરિયાતમાં ૪૦ ટકાનો ઘટાડો કરે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં અંગે વધુ એક ખુલાસો, પ્રોટોકોલ તોડી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા ધનખડ | ja…
INDIA

ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં અંગે વધુ એક ખુલાસો, પ્રોટોકોલ તોડી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા ધનખડ | ja…

July 23, 2025
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરુ, ECએ કહ્યું- ટૂંક સમયમાં જાહેર કરીશું કાર્યક્રમ | ec started pre…
INDIA

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરુ, ECએ કહ્યું- ટૂંક સમયમાં જાહેર કરીશું કાર્યક્રમ | ec started pre…

July 23, 2025
કાર લઈને મુંબઈથી ગોવા હવે 12 કલાકમાં પહોંચી જવાશે, પહેલી વખત શરૂ થઈ આ સુવિધા | mumbai to goa with yo…
INDIA

કાર લઈને મુંબઈથી ગોવા હવે 12 કલાકમાં પહોંચી જવાશે, પહેલી વખત શરૂ થઈ આ સુવિધા | mumbai to goa with yo…

July 23, 2025
Next Post
તિરાડો દેખાયાના ૬ મહિના પછી પણ માંડવી દરવાજાનું રિસ્ટોરેશન અધ્ધરતાલ | mandavi restoration not begun …

તિરાડો દેખાયાના ૬ મહિના પછી પણ માંડવી દરવાજાનું રિસ્ટોરેશન અધ્ધરતાલ | mandavi restoration not begun ...

મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં લેવા ઝૂંબેશ , અમદાવાદના ૨૭૬ કોમર્શિયલ એકમને મચ્છર મળતા નોટિસ | Campaign …

મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં લેવા ઝૂંબેશ , અમદાવાદના ૨૭૬ કોમર્શિયલ એકમને મચ્છર મળતા નોટિસ | Campaign ...

મોટા IPO રોકાણકારો માટે ખોટનો સોદો સાબિત થયા | Big IPOs proved to be a losing proposition for invest…

મોટા IPO રોકાણકારો માટે ખોટનો સોદો સાબિત થયા | Big IPOs proved to be a losing proposition for invest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચમાં માનવ અંગો મળી આવવા મામલે ઘટસ્ફોટ, મૃતકની થઈ ઓળખ | Revelations about the discovery of human o…

ભરૂચમાં માનવ અંગો મળી આવવા મામલે ઘટસ્ફોટ, મૃતકની થઈ ઓળખ | Revelations about the discovery of human o…

4 months ago
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી ૪ નવી એમ્બ્યુલન્સ સેવાઓનો ઉમેરો

સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી ૪ નવી એમ્બ્યુલન્સ સેવાઓનો ઉમેરો

3 months ago
‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દે…

‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દે…

2 months ago
રિશ્તો મેં દરાર: ગુજરાતની ફેમિલી કોર્ટમાં દરરોજના સરેરાશ 171 નવા કેસ, દેશમાં ચોથા સ્થાને | An averag…

રિશ્તો મેં દરાર: ગુજરાતની ફેમિલી કોર્ટમાં દરરોજના સરેરાશ 171 નવા કેસ, દેશમાં ચોથા સ્થાને | An averag…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News