અમદાવાદ,મંગળવાર
ખોખરામાં ભર બપોરે પોલીસ હોવાનું કહીને યુવકને રોક્યો હતો અને દમ મારીને ડેકી ચેક કરવાનું કહીને એક્ટિવાની ડેકીમાંથી રોકડા રૃા.૧૨ હજાર લૂંટી લીધા હતા. ખોખરા પોલીસે નકલી પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરીને લૂંટ ચલાવનાર બે આરોપી માંથી એકની ધરપકડ કરી હતી.
બહેનને ફોન કરવા જતાં ફોન ઝૂંટવીને બહુ ચરબી છે કહીને ડરાવીને શ્રમવીજીવી યુવક પાસેથી રૃપિયા પડાવી નાસી ગયા ઃ ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
અમરાઈવાડીમાં રહેતા અને પોર્ટર ગાડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમા અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૩ના રોજ યુવક બપોરના સમયેં એકટીવા લઈને આંટો મારીને ઘર તરફ જતો હતો. આ સમયે ખોખરા બ્રિજ પાસે ગોરના કૂવા નજીક પહોંચ્યો હતો તે સમયે એક્સેસ ટુ-વ્હીલ ઉપર બે શખ્સોએ સાઈડમાં ઉભો રાખ્યો અને તું શું કામકાજ કરે છે અને અહિયાં શા માટે ફરી રહ્યો છે.
યુવકે તમારે શું કામ છે કહેતા આરોપીઓ અમે પોલીસમાં છીએ અને તારા એક્ટિવાની ડેકીની તપાસ કરવાની છે કહીને દમ મારવા લાગ્યા હતા. યુવકે તેની બહેનને ફોન કરતા આરોપીઓએ ફોન ખેંચી લીધો હતો. અમને ખબર છે તું શું ધંધા કરે છે જેલમાં નાંખી દઈશ તેવી ધમકી આપીને એકટીવાની ડેકી ખોલીને બતાવી રૃા. ૧૨ હજાર લૂંટીને નાસી ગયા હતા. ખોખરા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે એક શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.