– ઉપરાષ્ટ્રપતિપદેથી જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકારતા હવે કોને શિરપાવ ?
– ન્યાયાધીશ યશવંત વર્માના મહાભિયોગ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે ઘર્ષણ થતાં જગદીપ ધનખડે રાજીનામું આપવું પડયું હોવાનો દાવો
– સોમવારે બપોરે કંઈક રંધાયું હોવાથી નડ્ડા-રિજિજૂ બીએસીની બેઠકમાં હાજર ના રહેતા ધનખડે રાજીનામું આપ્યું : જયરામ રમેશનો સવાલ
નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્રના પહેલા દિવસે રાતે અચાનક જ જગદીપ ધનખડે સ્વાસ્થ્યનું કારણ બતાવી ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપી દીધું, જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંગળવારે સ્વીકારી પણ લીધું. જોકે, જગદીપ ધનખડના રાજીનામાએ રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે. આ સાથે ધનખડે રાજીનામું આપ્યું કે લઈ લેવાયું તેવી ચર્ચાએ જોર પકડયું છે.