PSI Final Selection List: ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પદ મામલે શુક્રવારે (25 જુલાઈ) હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્ય સરકારે પોતાનો પક્ષ મૂકતા કહ્યું કે, PSI માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં જાહેર કરાશે. જોકે, હાઇકોર્ટે સરકારને ભરતી કેલેન્ડર અંગે વધુ એક વખત ટકોર કરતા કહ્યું કે, વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરવાથી ભરતીમાં ઉમેદવારોની સંખ્યામાં પણ ઘટાડો થશે. જાન્યુઆરીથી જૂન સુધી પ્રમોશનલ પોસ્ટ અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી સીધી ભરતી માટે કેલેન્ડર તૈયાર થઈ શકે છે. આ સિવાય હાઇકોર્ટે વધુમાં કહ્યું કે, PSIની ચાલી રહેલી ભરતી પ્રક્રિયાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ ઑક્ટોબરથી નવેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવે.
આ પણ વાંચોઃ જામનગરના મિગકોલોની વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જુના મંદિરનો હિસ્સો દૂર કરાયો
સરકારે શું કહ્યું?
જોકે, આ મામલે સરકારે કોર્ટમાં કહ્યું કે 7725 પૈકી 6589 પ્રમોશનલ પોસ્ટ પર એક વર્ષમાં ભરતી પૂર્ણ કરાઈ છે અને હાલ 1136 પોસ્ટ ખાલી છે. 26 જૂને 3300થી વધુ મોડ 2 PSI આ માટે જાહેરાત આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ વલસાડના મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું, દમણગંગા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા
હાઇકોર્ટની સરકારને ટકોર
આ મામલે ચીફ જસ્ટિસે ફરી વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવવા અંગે ટકોર કરી હતી. આ સિવાય પ્રમોશનલ પોસ્ટ અંગે પોલીસ બોર્ડને જ નિર્ણય લેવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. આ મામલે વધુ સુનાવણી 10 ઑક્ટોબરે હાથ ધરવામાં આવશે.