– સારવારમાં બેદરકારીથી બાળકનું મોત ઉપરથી વધુ રૂપિયાની ધમકીના કેસમાં કોર્ટે ડોક્ટરનો ઉધડો લીધો
– હોસ્પિટલો દર્દીને ગિનિ પિગ સમજે છે : ડોક્ટર ન હોવા છતા દર્દીને દાખલ કરાય છે : બહારથી ઊંચી ફી પડાવવા ટોક્ટરો બોલાવાય છે
– એનેસ્થેટિસ્ટ ના હોવા છતા સગર્ભાને દાખલ કરી, ઓપરેશનમાં મોડુ થતા બાળકનું મૃત્યુ : ડોક્ટર સામે ટ્રાયલ ચાલશે
પ્રયાગરાજ : ખાનગી હોસ્પિટલો દર્દીઓને નાણા પડાવવા માટેનું એટીએમ મશીન સમજે છે. હોસ્પિટલોમાં સારવારના પુરતા સાધનો નથી હોતા, ડોક્ટરો પણ નથી હોતા છતા દર્દીઓને દાખલ કરી દેવામાં આવે છે કેમ કે ખાનગી હોસ્પિટલો દર્દીઓને એટીએમ મશીન સમજે છે. આ આક્રામક ટિપ્પણી અલ્લાહાબાદ હાઇકોર્ટે સારવારમાં બેદરકારીના એક કેસની સુનાવણી દરમિયાન કરી હતી.