બગોદરા : ધોળકાના કલિકુંડ વિસ્તારમાં સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે માથાના દુખાવા સમાન બનતી જાય છે. સાંજના સમયે એક બાજુ રખડતા પશુઓનો ત્રાસ બીજી બાજુ સાંજના ખાનગી કંપનીના સ્ટાફની બસો છૂટવાનો અને બાળકોને સ્કૂલથી છૂટવાનો એક હોવાથી ભીડ વધારે રહે છે. અધુરામાં કેટલા લોકો આડેધડ બાઇક અને ગાડીઓ પાકગ કરીને ખરીદી કરવા માટે જતા રહેતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. સાંજના સમયે તો ઠીક પણ બપોરે પણ ટ્રાફિકની સમસ્યા હવે કામયી બની છે. સર્કલ પાસે આડેધડ પાકગ કરતાં વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે લોક માંગ ઉઠી છે.