Jamnagar : જામનગર જિલ્લાના જોડિયામાં રહેતી અને નર્સિંગનો કોર્સ કરતી 21 વર્ષીય અપરણીત યુવતિ પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હોવાથી પરિવારજનો ચિંતિત બન્યા છે, અને આ મામલે પોલીસમાં ગુમ નોંધ કરાવાઈ છે. જેને જોડિયા પોલીસ શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જોડીયામાં લક્ષ્મીમાતાના મંદિર પાસે પટેલ વાસના ચોરા વિસ્તારમાં રહેતી અને નર્સિંગનો અભ્યાસ કરતી રીનાબેન રમેશભાઈ શીરોયા નામની 21 વર્ષની યુવતી કે જે ગત 29-7-2025 ના રાત્રિના કોઈપણ સમયે પોતાના ઘેરથી એકાએક નીકળીને લાપતા બની ગઈ છે.
જેનો અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો સાંપડ્યો નથી. પોતાના સગા સંબંધી તથા અન્ય પરિચિતોને ત્યાં તપાસ કરી લીધા બાદ પણ કોઈ પત્તો નહી સાંપડતાં આખરે જોડીયા પોલીસનો સંપર્ક સાધ્યો હતો, અને ગુમ નોંધ કરાવવામાં આવી છે. જેના અનુસંધાને જોડિયા પોલીસ દ્વારા તેણીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.