Toll Tax Hike: ગુજરાતના પાલનપુર નેશનલ હાઇવે પરથી મુસાફરી કરનારા માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂ. પાંચથી 25 સુધીનો વધારો ઝીંકાયો છે. પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઇવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે, જે 31 માર્ચે રાતે 12 વાગ્યે દિવસ પૂરો થતાં જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે.
કયા વાહન પર કેટલો ટેક્સ વધ્યો?
આ પણ વાંચોઃ ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
આ વાહનને મળશે મુક્તિ
- આર્મીના વાહનો
- ફાયર બ્રિગેડ
- એમ્બ્યુલન્સ
- શબવાહિની
- વીઆઈપી સાઇનવાળા વાહનો
નોંધનીય છે કે, વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, અશોક ચક્ર, શૌર્ય ચક્ર મેળવનાર તેમજ સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત ફોટો સાથેનું ઓળખપત્ર બતાવવા પર પણ ટોલ ટેક્સની ચૂકવણીમાંથી રાહત મળશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 25% કરતાં વધુ ડૉક્ટર-પેરામેરડક્સની ઘટ, ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયો કેગનો રિપોર્ટ