Waqf Amendment Bill: વક્ફ સંશોધન બિલ બીજી એપ્રિલે લોકસભામાં રજૂ કરવામાં આવશે. બિલ પર ચર્ચા માટે 12 કલાકના સમયની માંગ કરવામાં આવી હતી, જોકે છેવટે ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રશ્નકાળ બાદ બિલ પર ચર્ચા શરુ થશે. ચર્ચા બાદ આવતીકાલે જ બિલ પસાર કરવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. આ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના તમામ લોકસભા સાંસદોને 2 એપ્રિલ 2025ના રોજ સંસદમાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યું છે.