– નીટમાં માતાનાં 147 જ્યારે દીકરીના 450 માર્ક્સ
– માતાને પીડબ્લ્યુડી કેટેગરી હેઠળ સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો : દીકરી કાઉન્સિલિંગ સેશનની રાહ જોઇ રહી છે
ચેન્નાઇ : એક દુર્લભ સંયોગ અને મજબૂત સંકલ્પ સાથે તમિલનાડુના ૪૯ વર્ષીય મહિલા ફિઝિયોથેરાપીસ્ટ અને તેમની દીકરીએ એક સાથે નીટ પરીક્ષા પાસ કરી છે. મહિલાને પર્સન્સ વીથ બેન્ચમાર્ક ડિસએબિલિટિસ (પીડબ્લ્યુડી) કેટેગરી હેઠળ પોતાના ગૃહ જિલ્લાની નજીકની સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો છે જ્યારે યુવતી એડમિશન માટે કાઉન્સલિંગ સેશનની રાહ જોઇ રહી છે.
અમુથવલ્લી મણિવન્નનને અભ્યાસક્રમ ખૂબ જ અઘરો અને તેમના શાળાના દિવસોથી ખૂબ જ અલગ લાગ્યો હતો.