Daman News : દમણ ખાતે પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સહિતના VVIP મુલાકાતે આવાના છે, ત્યારે આગામી રવિવારે (30 માર્ચ 2025) ના રોજ તમામ બીચ બંધ રહેશે. વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી દેવામાં આવી છે. VVIPની મુલાકાતને લઈને તમામ તમામ બીચ સામાન્ય લોકો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. તેવામાં બીચ બંધ રહેવાથી પ્રવાસીઓમાં હેરાન થવાની ભીતિ વર્તાઈ રહી છે.
આ પણ વાંચો: વડનગરમાંથી મળી આવેલાં 1000 વર્ષ જૂના કંકાલનો કરાયો DNA ટેસ્ટ, રહસ્ય પરથી ઉચકાયો પડદો
પ્રવાસન અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા કારણોસર દેવકા બીચ, જમ્પોર બીચ અને અન્ય તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, VVIP મુવમેન્ટને કારણે શહેરના ઘણા રૂટ પર ભારે ટ્રાફિક જામ થવાની શક્યતા છે.