તંત્ર એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ : 5 ટિકિટ મશીન ક્ષતિગ્રસ્ત હોવા છતાં રીપ્લસમેન્ટ થતું નથી; 1 મશીન 2 કંડક્ટર વચ્ચે વાપરવું પડેં
અમરેલી, : થોડા સમય પહેલાં સ્ટાફની ઘટના કારણે અમરેલી એસ.ટી. ડિવિઝનમાં અનેક રૂટો બંધ કરાતા દેકારો બોલી ગયો હતો. પરંતુ તાજેતરમાં મધ્યસ્થ કચેરીએ નવી બસ અને નવી ભરતીના ડ્રાઇવર – કંડકટરોને ફાળવી મોટાભાગે સ્ટાફ ઘટ શૂન્ય થઇ ગઇ છે. પરંતુ ડિવિઝનના બગસરા ડેપોમાં ટિકિટ મશીનની તંગીના કારણે સાત રૂટ બંધ કરાયા છે. બગસરા ડેપોમાં અગાઉ 41 કન્ડકટર અને 27 ડ્રાઇવરની ઘટ હતી. પરંતુ નવો સ્ટાફ આવતા સ્ટાફ તંગીનું નિરાકરણ થઇ ગયું છે. પરંતુ એસ.ટી. તંત્રમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ થઇ છે. આ ડેપો હસ્તક કુલ ૬૦ બસ રૂટનું સંચાલન થાય છે. એની ડેપો પાસે સ્પેર ટિકિટ મશીન સહિત 70 મશીનો હોવા જોઇએ. પરંતુ આ ડેપો પાસે 50 મશીનો જ ઉપલબ્ધ છે. એમાં પણ પાંચ મશીનો ખરાબ છે. આ ડેપોમાં કટોકટીમાં રીપ્લેસ મશીનો પણ નથી. જેના કારણે સમસ્યા ખડી થઇ છે.
ગોંડલ – વિસાવદર, જૂનાગઢ – બગસરા, રાજકોટ – બગસરાના રૂટો, સોમનાથ – બગસરા, કેશોદ – બગસરા, બગસરા – મહુવા સહિતના નવા રૂટો ચાલુ કર્યા હતા. પરંતુ તે પૈકીના સાત રૂટો મશીન તંગીના કારણે બંધ કર્યા છે. જ્યારે ચાલું થયેલો રૂટો મશીનની રાહમાં જ્યારે એક કંડકટર રૂટ પુરો કરીને આવે તે આપે તે પછી જ બસ રૂટ ઉપાડવામાં આવે છે. જેના કારણે સંચાલન અનિયમિત બની ગયું છે.