ગાંધીનગરના જલુંદ ગામનો બનાવ
પાડોશમાં રહેતા બે ભાઇઓએ ધોકા અને દાંતી માર્યા બુમરાણ મચી જવાના પગલે હુમલાખોર ભાગી ગયાં
ગાંધીનગર : ગાંધીનગર તાલુકાના જલુંદ ગામે બનેલા બનાવમાં નડતર બની
રહેલું બાવળનું ડાળુ કાપવાની વાતે બોલાચાલી થયાં બાદ માતા અને પુત્ર પર પાડોશમાં
રહેતા બે ભાઇઓએ ધોકા અને દાંતીથી હુમલો કરી દીધો હતો.