શ્રાવણે શિવ દર્શનમ
વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન કરવા ભક્તોનોની ભીડ જોવા મળી, શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા
હળવદ – હળવદ શહેરની ચારે બાજુએ શિવાલયો આવેલા છે. ભુદેવોની નગરી, છોટી કાશી તરીકે પ્રખ્યાત હળવદને શિવાલયનો ગઢ કહેવામાં આવે છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી હળવદ શહેર અને પંથકના શિવાલયોમાં ભક્તોનું માનવ મેહારામણ ઉમટી પડયું હતું.
હળવદ પંથકમાં શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠયા હતા. ઝાલાવાડનું મીની સોમનાથ તરીકે ઓળખાતુ હળવદનું વૈજનાથ મહાદેવ મંદિર, સ્વર્ગની અનુભૂતિ કરાવતું શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર, ઐતિહાસિક પોરાણીક ગૌલોકેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ, મંદિર નીલકંઠ મહાદેવ, ભવાની ભૂતેશ્વર મહાદેવ, પંચમુખી મહાદેવ,જાગનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ, કાશીવિશ્રવનાથ મહાદેવ, પંચમુખી મહાદેવ, જાગનાથ મહાદેવ, વગેરે શિવાલયોમાં શ્રાવણ માસ નિમિત્તે હોમાત્મક લઘુદ્ર, ધ્વજા રોહણ, મહાપ્રસાદ,મહા આરતી, ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ કાર્યક્રમો સમગ્ર માસ દરમિયાન યોજા છે. શહેરમાં ભક્તો દ્વારા વિવિધ શિવાલયોમાં ભક્તો દ્વારા વહેલી સવારથી મહાદેવની પૂજા અર્ચન અભિષેક અને શિવ ઉપાસના કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયુંુ હતું. વિવિધ શિવાલયોમાં સોમવારે વિશેષ ધામક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.