gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડના ધાંધલ પીપળીયા ગામના રસ્તાની અત્યંત દયનીય સ્થિતિ : સ્થાનિકો પરેશાન | road in Dhandhal Pipali…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
કાલાવડના ધાંધલ પીપળીયા ગામના રસ્તાની અત્યંત દયનીય સ્થિતિ : સ્થાનિકો પરેશાન | road in Dhandhal Pipali…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધાંધલ પીપળીયા ગામનો મુખ્ય માર્ગ છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી અતિશય જર્જરિત અને દયનીય સ્થિતિમાં હોવાથી ગ્રામજનો અને આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. 

આ “રસ્તો” હવે ખાડા-ટેકરાનું સાચા અર્થમાં સમાનાર્થી બની ગયો છે, અને તેના પરથી પસાર થવું એ કોઈ અગ્નિપરીક્ષાથી ઓછું નથી. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં, તંત્ર દ્વારા આ માર્ગની દુરસ્તી માટે કોઈપણ ગંભીર પગલાં લેવામાં ન આવતા, ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

ધાંધલ-પીપળીયા ગામનો આ માર્ગ, જે ગ્રામજનોને કાલાવડ તાલુકા મથક અને અન્ય નજીકના ગામો સાથે જોડે છે, તે હવે માત્ર માર્ગ ન રહેતા, એક જીવલેણ ફાંસલા સમાન બની ગયો છે. છેલ્લા દસ વર્ષથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના પરિણામે મોટા ખાડાઓ, ઉબડ-ખાબડ સપાટી અને ધૂળની ડમરીઓએ આ રસ્તાની નિયતિ બની ગઈ છે. આ માર્ગ પરથી પસાર થતા નાના વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે તો તે અત્યંત જોખમી પુરવાર થઈ રહ્યો છે.

 ચોમાસાની ઋતુમાં આ રસ્તાની સ્થિતિ વધુ વણસી જાય છે. સામાન્ય વરસાદમાં પણ અહીં મોટા ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે રસ્તો તળાવમાં ફેરવાઈ જાય છે. પાણી ભરાઈ જવાથી ખાડાઓની ઊંડાઈનો અંદાજ મેળવવો અશક્ય બની જાય છે, અને પરિણામે વાહનચાલકોના સ્લીપ થવાના કે ગબડી પડવાના અનેક બનાવો બન્યા છે. આવા અકસ્માતોમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં તો જીવનું જોખમ પણ ઊભું થયું છે. બાળકો અને વૃદ્ધો માટે આ માર્ગ પરથી પસાર થવું એ રોજિંદી યાતના બની ગઈ છે.

 આ માર્ગની દુર્દશા એટલી હદે છે કે ગામમાં કોઈ બીમાર પડે તો તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એમ્બ્યુલન્સ જેવી સેવાઓ પણ આ રસ્તા પરથી પસાર થતા ખચકાય છે, અથવા તો તેમને સમયસર પહોંચવામાં વિલંબ થાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ તેમજ પીપરડી જીઆઇડીસી, રાવકી જીઆઇડીસી, તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જતા ખેડૂતોના વાહનો, પણ દરરોજ આ રસ્તા પરથી પસાર થતી વખતે મુશ્કેલીઓ વેઠે છે. રસ્તા પરના ખાડાઓને કારણે વાહનોને પણ મોટું નુકસાન થાય છે, જેનાથી ગ્રામજનોને આર્થિક બોજ પણ વેઠવો પડે છે.

 સ્થાનિક ગ્રામજનો દ્વારા પંચાયતથી લઈને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. લેખિત અને મૌખિક બંને રીતે રજૂઆતો કરવા છતાં, તંત્રના કાને ધાંધલ પીપળીયા ગામના લોકોની વેદના અથડાઈ હોય તેવું લાગતું નથી. ગ્રામજનો પૂછી રહ્યા છે કે શું તેમનું ગામ કાલાવડ તાલુકાના નકશામાં નથી, કે પછી તે કોઈ જંગલ વિસ્તારમાં આવેલું છે કે જ્યાં વિકાસના કામો પહોંચી શકતા નથી..? આ સવાલોનો જવાબ તંત્ર પાસે નથી.

આશ્ચર્યજનક બાબત એ છે કે, ચૂંટણીના સમયમાં આ જ રસ્તા પરથી અનેક રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પસાર થતા હોય છે. મત માંગવા આવતા નેતાઓ ગામલોકોને મોટા મોટા વાયદાઓ કરે છે, પરંતુ ચૂંટણી પૂરી થતા જ આ રસ્તો તેમની પ્રાથમિકતામાંથી બહાર નીકળી જાય છે. “આવતીકાલે રસ્તો બની જશે,” “પ્રક્રિયા ચાલુ છે,” “ફંડ મંજૂર થઈ ગયું છે” જેવા જવાબો આપીને વર્ષોથી ગ્રામજનોને વાયદાઓ પર જીવાડવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, છેલ્લા દસ વર્ષથી રસ્તાની સ્થિતિ ‘જેમ હતી તેમજ રહી છે, અને કદાચ વધુ ખરાબ થઈ છે.

ગ્રામજનોનો આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ રસ્તાનું સમારકામ શરૂ કરવામાં નહીં આવે તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડશે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, જેથી તેઓ આ ગંભીર સમસ્યાને વહેલી તકે ઉકેલવા માટે તંત્ર પર દબાણ લાવે.

 એક લોકશાહી દેશમાં, જ્યાં સરકાર “સૌનો સાથ, સૌનો વિકાસ” ના સૂત્રને વળગી રહેવાનું દાવો કરે છે, ત્યાં ધાંધલપીપળીયા જેવા ગામનો એક દાયકાથી જર્જરિત રસ્તો તંત્રની ઉદાસીનતા અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે. આશા રાખીએ કે તંત્ર વહેલી તકે સફાળું જાગે અને ધાંધલપીપળીયા ગામના લોકોને સુરક્ષિત અને સુવિધાયુક્ત માર્ગ મળે, જેથી તેઓ પણ આધુનિક સમાજમાં સન્માનભેર જીવી શકે. રસ્તા બાબતે ગામના નવનિયુક્ત સરપંચ કાંતાબેન રાજેશભાઈ તાળાને રસ્તા અંગે પૂછતાં તેઓએ જણાવ્યું કે અમોએ આ અંગે મામલતદાર, ટીડીઓ કલેક્ટર તેમજ સ્થાનિક ધારાસભ્યને લેખિતમાં રજૂઆતો કરેલી છે. હવે જોઈએ કે આગળ શું કાર્યવાહી કરે છે આ માર્ગનું સમારકામ એ માત્ર વિકાસનો પ્રશ્ન નથી, પરંતુ હજારો લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાનો પ્રશ્ન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જૂનાગઢ રોપ-વે કંપની દ્વારા ટિકિટમાં દર્શાવાતો ખોટો HSN નંબર! | Wrong HSN number shown in ticket by J…
GUJARAT

જૂનાગઢ રોપ-વે કંપની દ્વારા ટિકિટમાં દર્શાવાતો ખોટો HSN નંબર! | Wrong HSN number shown in ticket by J…

September 27, 2025
ભલગામડા ગામમાં દારૂ-બિયરનો 1.94 લાખના જથ્થ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with liquor and be…
GUJARAT

ભલગામડા ગામમાં દારૂ-બિયરનો 1.94 લાખના જથ્થ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with liquor and be…

September 27, 2025
ભડી ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા દંપતિ ખંડિત, પતિનું મોત | Couple shattered after bike slips near Bhad…
GUJARAT

ભડી ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા દંપતિ ખંડિત, પતિનું મોત | Couple shattered after bike slips near Bhad…

September 27, 2025
Next Post
ગુજરાતી ફિલ્મ ‘વશ’ – રાષ્ટ્રીય સ્તરે ગૌરવની વધુ એક સિદ્ધિ

ગુજરાતી ફિલ્મ 'વશ' – રાષ્ટ્રીય સ્તરે ગૌરવની વધુ એક સિદ્ધિ

કાલાવડના મકાજી મેઘપર ગામમાં શ્રાવણ માસ દરમિયાન એક સાથે ત્રણ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવી લેતાં ભાવિક…

કાલાવડના મકાજી મેઘપર ગામમાં શ્રાવણ માસ દરમિયાન એક સાથે ત્રણ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવી લેતાં ભાવિક...

જામનગરમાં રિક્ષા ચાલકને દૂધ આપવા જતી વેળાએ ચાલુ રિક્ષાએ હૃદય રોગનો હુમલો આવી જતાં કરુણ મૃત્યુ | A ri…

જામનગરમાં રિક્ષા ચાલકને દૂધ આપવા જતી વેળાએ ચાલુ રિક્ષાએ હૃદય રોગનો હુમલો આવી જતાં કરુણ મૃત્યુ | A ri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રહ્માકુમારીના પ્રમુખ રસજયોગિની દાદી રતનમોહિનીનું 101 વર્ષની ઉંમરે નિધન, અમદાવાદની હોસ્પિટલમાં લીધા…

બ્રહ્માકુમારીના પ્રમુખ રસજયોગિની દાદી રતનમોહિનીનું 101 વર્ષની ઉંમરે નિધન, અમદાવાદની હોસ્પિટલમાં લીધા…

6 months ago
કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી | Fight breaks out over boys fighting in east of Kalol

કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી | Fight breaks out over boys fighting in east of Kalol

1 day ago
ધંધૂકાની સરકારી હોસ્પિટલમાં આગ ભભુકી, સ્ટાફમાં અફરા તરફરી | Fire breaks out in Dhandhuka government …

ધંધૂકાની સરકારી હોસ્પિટલમાં આગ ભભુકી, સ્ટાફમાં અફરા તરફરી | Fire breaks out in Dhandhuka government …

6 months ago
અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે જંગલમાં લાગી આગ, સિંહ, હરણ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓમાં ભ…

અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે જંગલમાં લાગી આગ, સિંહ, હરણ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓમાં ભ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News