અમદાવાદ,5 ઓગસ્ટ,મંગળવાર ,2025
અમદાવાદમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો નોંધાયો છે.ઝાડા
ઉલટીના ૭૮૯ તથા ટાઈફોઈડના ૬૧૫ કેસ નોંધાયા છે.૩૧ દિવસમાં વિવિધ વોર્ડમાં કોલેરાના
૨૭ કેસ સામે આવ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અપાતા પાણીના સેમ્પલ લેવાતા ૮૯
સેમ્પલ પીવા યોગ્ય નહતા.
ચોમાસાએ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિરામ લીધો છે. આમ
છતાં પાણીજન્ય રોગના કેસ સતત વધી રહયા છે.કમળાના ૪૯૫ કેસ નોંધાયા છે.વટવા વોર્ડમાં
કોલેરાના ચાર,મકતમપુરા
અને રામોલ-હાથીજણ વોર્ડમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા હતા.અસારવા,ઈસનપુર અને
ઠકકરનગર અને ગોમતીપુર વોર્ડમાં અનુક્રમે
કોલેરાના બે-બે કેસ નોંધાયા હતા.સરસપુર,ખાડીયા, અમરાઈવાડી,સરદારનગર,સરખેજ ઉપરાંત લાંભા, નિકોલ,ચાંદલોડીયા,બાપુનગર વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ નોંધાયો
હતો.પાણીના ૯૨ સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.ડેન્ગ્યૂના ૧૪૪ તથા
મેલેરિયાના ૧૩૫ કેસ નોંધાયા હતા.ઝેરી મેલેરિયાના ૨૩ તથા ચિકનગુનિયાના ૪ કેસ
નોંધાયા હતા.