Pandit Pradeep Mishra Kubereshwar Dham : પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં કાવડ યાત્રા દરમિયાન બીજી ઘટના બની છે, જેમાં વધુ બે ભક્તોના મોત થયા ઠે. અહીં એક ભક્તનું કુબેરેશ્વર ધામ પરિસરમાં અચાનક ચક્કર આવવાથી અને પડી જવાથી મૃત્યુ થયું, જ્યારે બીજો ભક્ત હોટલની સામે ઊભો હતો ત્યારે પડી જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. મૃતકોના મૃતદેહોને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
ગઈકાલે બેના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે મંગળવારે પણ કુબેરેશ્વર ધામમાં બે મહિલાઓના મોત થયા હતા.