લીઝ ઉપરાંતની જમીનમાંથી ગેરકાયદે ખનન પ્રવૃતિ કરી કરોડો રૂપિયા ગજવામાં : કોડીનાર તાલુકામાં સોથી વધારે 16 સ્થળોએ દરોડા : કરોડોની ચોરી કરી લીધા બાદ ફક્ત લાખોનો દંડ થતો હોવાથી માફીયાઓને ઘી કેળા
વેરાવળ, : ગીર સોમનાથ જિલ્લામાં વકરી ગયેલી ગેરકાયદે ખનન પ્રવૃતિ સામે કલેકટર સહીતની સરકારી એજન્સીઓએ પગલા લેવાનું ચાલુ કરી 45 દિવસમાં 200 કરોડની ખનીજ ચોરી પકડી લીધી છે. અહીના ખનીજચોરોની મોડસ ઓપરેન્ડી એવી છે કે સરકારે ફાળવેલી લીઝ ઉપરાંતની લાગુ જમીનમાં કે આસપાસની જમીનમાં ખનન કરીને કરોડોની ખનીજ ચોરી કરી ખિસ્સા ભરી લેવામાં આવે છે.
ગીરસોમનાથ જીલ્લામાં ફકત 45 દિવસમાં 200 કરોડથી વધારેની ખનીજચોરી કલેકટરે ઝડપી તેમાં લાઈમ સ્ટોન, રેતી,બ્લેકટ્રેપના અલગ અલગ વાહનો તેમજ ખાણો ે ઝડપેલી છે .જેમાં કોડીનાર તાલુકામાં 16 થી વધારેસ્થળેથી ખનીજ ચોરી ઝડપાઈ છે.
ગીરસોમનાથ જીલ્લા કલેકટર દિવિજયસિંહ જાડેજાએ જણાવેલ હતું કે અનેકગામોમાં વહીવટી તંત્ર દ્વારા તપાસ કરી ગૌચર કે સરકારી જમીનમાં ખોદકામ ચાલતું હોય તેમાં કેટલી ખાણો ચાલે છે તેની વિગતો મંગાવી છે. ત્યારબાદખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરી હતી જેમાં બહાર આવેલ હતું કે જે પણ લીઝધારકોનો લીઝ મજુર થયેલ હોય તમાં વધારાનો લીઝ ખાદી નાખેલ હતી.આથી દરોડા કાર્યવાહી કરીને 45 દિવસમાં ં 26 જગ્યાએ દરોડા પાડેલ હતા .જેમાં 23 લાખ મેટ્રીક ટનથી વધારે ખનીજ ચોરી ઝડપાયેલ છે . 221 કરોડના કેસ કરેલ છે .વધુમાં જણાવેલ હતું કે ઓવરલોર્ડ વાહનોમાં 26 વધુ કેસ જેમાં 3 લાખથી વધારે દંડ, રોડ સેફટીના 82 કેસમાં રૂા. 50,000ફીટનેસ કેન્સલના પાંચ કેસમાં રૂા. 96000 નો દંડ કરલ છે .હજુ પણ જીલ્લાભરમાં કડક કામગીરી સતત ચાલુ રહેશે .
ગીરસોમનાથ જીલ્લાના મોટા ઉદ્યોગગૃહામાંે દરરોજ હજારો ટન ખનીજ વપરાઈ રહેલ છે.જેમાં લીઝ મજુર થયેલ હોય તેના બદલે બીજેથી ખનીજ ચોરી કરવામા આવે છે .પાસો પણ બોગસ બનાવવામાં આવતા હોય તેવો ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહેલ છે .૨૦૧૬થી૨૦૨૫ સુધી બ્લેકટ્રીપની 14થી વધારે ખાણોમાં કરોડોની ચોરી થયેલ છે.