– પાલિકા સફાઈ કરાવે તેવી માંગણી
– 5 ફૂટ ઊંડા જોખમી ગરનાળામાં પાણી- ગંદકી એક જગ્યાએ જમા થતા રોગચાળાનો ભય
કપડવંજ : કપડવંજ શહેરમાં અંધારિયા વડ પાસે પાંચ ફૂટ ઊંડા ભયજનક ગરનાળામાં પાણી અવરોધાઈ જતા ગંદકીના ઢગ જામ્યા છે. ત્યારે સત્વરે પાલિકા દ્વારા સ્વચ્છતા માટે પગલા લેવાય તેવી માંગણી ઉઠી છે.
કપડવંજ પાલિકા વિસ્તારના અંધારિયા વડ પાસેથી કાંસ પસાર થાય છે. કાંસ ખૂલ્લી કરી દીધા બાદ દેસાઈ વાડા, કુડવાવ સુથારવાડા તરફથી આવતું પાણી અને ગંદકી અંધારિયા વડ પાસે જમા થાય છે. બીજી તરફ જટ્ટવાડા, ઝાપલીપોળ, સુભાષચોક તરફથી આવતું પાણી- ગંદકી અવરોધાઈ ગઈ છે. પાંચ ફૂટ ઊંડા ગરનાળામાં ગંદકીના ઢગ જામ્યા છે.
ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય પણ રહેલો છે. પાલિકા વિસ્તારમાં ઘણા વિસ્તારોમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. ત્યારે સત્વરે અંધારિયા વડ પાસેથી કાંસમાં અવરોધ દૂર કરી સફાઈ કરાય તેવી માંગણી ઉઠી છે.