– મહુવા તાલુકાના ખુટવડા ગામ નજીકનો બનાવ
– આસરાણા ચોકડી તરફથી આવી રહેલી કારે અકસ્માત સર્જ્યો
મહુવા : મહુવા તાલુકાના ખુટવડા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈકચાલકનું મોત થયું છે. બનાવ અંગે ખુટવડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
થોરાળા ગામે રહેતા મહેશભાઈ મંગળદાસભાઈ દાણીધારી (ઉ.વ.૪૦) આજે સવારે પોતાની બાઈક લઈને પોતાના ગામેથી કામકાજ માટે આસરાણા ચોકડી જઈ રહ્યાં હતા ત્યારે ખુટવડા ગામ નજીક પહોંચતા આસરાણા ચોકડી તરફથી આવતી જીજે-૦૪-સીઆર-૦૬૪૬ નંબરની કારે અકસ્માત સર્જ્યો હતો. જેમાં મહેશભાઈનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ખુટવડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.