– આત્મહત્યાનું રહસ્ય અકબંધ
– ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો
આણંદ : આંકલાવ તાલુકાના નવાપુરા ગામે ૩૩ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી હતી.
આંકલાવ તાલુકાના નવાપુરા ગામના ખાબડી વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય અશ્વિનભાઈ બુધાભાઈ ચાવડાએ ગત તા. છઠ્ઠી ઓગસ્ટના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તે મૂછત થઈ ગયો હતો. પરિવારજનો તેને સારવાર અર્થે એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ગતરોજ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે આંકલાવ પોલીસને જાણ થતા પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ૩૩ વર્ષીય યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.