– રખડતા કૂતરાઓના વિવાદમાં ત્રણ જજોએ ચૂકાદો અનામત રાખ્યો
– કેવી વિચિત્રતા, ચિકન-મટન ખાનારા પશુ પ્રેમી બની બેઠા છે, કૂતરાઓના કરડવાના દરરોજ 10 હજાર કેસ : દિલ્હી સરકાર
નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને હટાવવાના ચૂકાદાની પુન: સમીક્ષા માટેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સુનાવણી કરી હતી. આ સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાના કારણે દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓની સમસ્યા વકરી છે. સંસદનું કામ નિયમો-કાયદા બનાવવાનું છે, પરંતુ સ્થાનિક કોર્પોરેશન સ્તરે તેનું પાલન થતું નથી. પશુઓની નસબંધી અને રસીકરણ અંગે પશુ જન્મ નિયંત્રણ નિયમના અમલ માટે કોર્પોરેશને કશું કર્યું નથી.