વડોદરા,બંધ દુકાનોને ટાર્ગેટ બનાવી ચોરીઓ કરતા રીઢા આરોપીને એલ.સી.બી. ઝોન – ૨ની ટીમે રોકડા ૧.૩૫ લાખ સાથે ઝડપી પાડયો છે.
એલ.સી.બી. ની ટીમને માહિતી મળી હતી કે, એક વ્યક્તિ ક્રીમ કલરનું શર્ટ અને બ્લ્યૂ રંગનું પેન્ટ પહેરીને મોપેડ લઇને ફરે છે અન ેબંધ દુકાનોને ટાર્ગેટ કરીને ચોરીઓ કરે છે. હાલમાં આ શકમંદ અકોટા બ્રિજ નીચે ઉભો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા આરોપી અંકિત રમણભાઇ પાટણવાડિયા (રહે. ભાથુજીનગર, પરશુરામનો ભઠ્ઠો, સયાજીગંજ, મૂળ રહે. સેગવા ગામ, શિનોર ) મળી આવ્યો હતો. પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન આરોપીએ અકોટા, કારેલીબાગ, ગોત્રી અને બોરસદ પોલીસ સ્ટેશનની હદમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી પોલીસે રોકડા ૧.૩૫ લાખ, કેમેરો, મોબાઇલ તથા મોપેડ મળીને કુલ રૃપિયા ૨.૦૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સામે અગાઉ ૩૨ ગુનાઓ નોંધાયા છે. તેમજ ૩ વખત પાસા પણ થઇ છે.