– મહીસાગર જિલ્લાના સૌથી મોટા
– લુણાવાડા વાસ્મો કચેરીના સૂરપાલસિંહ બારીઆના ચાર દિવસના રિમાન્ડ મેળવતી સીઆઈડી ક્રાઈમ
ગોધરા : મહીસાગર જિલ્લાના ચર્ચાસ્પદ ”નલ સે જલ” કૌભાંડમાં સી.આઈ.ડી. ક્રાઈમે વધુ એક આરોપી લુણાવાડા વાસ્મો કચેરીના તત્કાલીન આસી. મેનેજર ટેકનિકલ સૂરપાલસિંહ બારીઆની ધરપકડ કરી હતી.
મહીસાગર જિલ્લાના ”નલ સે જલ” યોજનાના કામોમાં રાજ્યના સૌથી મોટા ૧૨૩ કરોડ રૂપિયાના કૌભાંડમાં સી.આઈ.ડી. ક્રાઈમે સૂરપાલસિંહ બારીઆને શહેરા ખાતે ઝડપી પાડીને લુણાવાડા સ્થિત અદાલત સમક્ષ હાજર કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
ઉલ્લેખનીય રહે છે કે અગાઉ કર્મચારી મૌલેશ હિંગુની ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં અત્યાર સુધીના કુલ ૧૨ આરોપીઓ પૈકી બે પકડાયા છે. પંચમહાલ, અરવલ્લી અને બનાસકાંઠા સહિતના રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.
”નલ સે જલ” કૌભાંડના આરોપીઓ
(૧) એ.જી.રાજપરા (તત્કાલીન યુનિટ મેનેજર) (૨) સન્ની રસિકભાઈ પટેલ (જિલ્લા કો-ઓડીનેટર (૩) અમિત એમ. પટેલ, (ઈન્ચાર્જ જિલ્લા કો-ઓડીનેટર) (૪) વૈભવ બી સંગાણી (આસિસ્ટન્ટ) (૫) મૌલેશકુમાર વિનોદભાઈ હિંગુ (આસિસ્ટન્ટ મેનેજર, ટેકનિકલ) (૬) દશરથભાઈ રામસિંહ પરમાર (આસિસ્ટન્ટ ટેકનિકલ) (૭) ભાવિકકુમાર નવિનભાઈ પ્રજાપતિ, (આસિસ્ટન્ટ ટેકનિકલ), (૮) કર્મવીરસિંહ મહેન્દ્રસિંહ સિસોદીયા (આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ), (૯) અલ્પેશકુમાર જયંતિસિંહ પરમાર, (આસિસ્ટન્ટ મીકેનિકલ), (૧૦) સુરપાલસિંહ બહાદુરસિંહ બારીઆ, (આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ) (૧૧) વનરાજસિંહ લક્ષ્મણસિંહ સોઢા પરમાર (આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ), (૧૨) પાર્થકુમાર જગદીશભાઈ પટેલ (આસિસ્ટન્ટ ટેકનિકલ).