Image Source: IANS
LCA Mark-1A Tejas: ‘ઓપરેશન સિંદૂર’માં ભારતના હાથ માત ખાધેલા પાકિસ્તાન માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય વાયુસેનાની તાકાતમાં વધુ વધારો થવાનો છે. કારણ કે, કેન્દ્ર સરકારે ભારતીય વાયુસેના માટે 97 વધુ LCA Mark-1A Tejas ફાઇટર જેટ ખરીદવા માટે 62 હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. અગાઉ, IAF એ 83 LCA Tejasનો ઓર્ડર આપ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, આ ફાઇટર જેટ્સના નિર્માણ માટે 65 ટકાથી અધિક સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરાશે તેમજ તેમનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) કરશે. નોંધનીય છે કે, LCA Mark-1A એક આધુનિક ફાઇટર જેટ છે, જેમાં પહેલા કરતા શ્રેષ્ઠ એવિયોનિક્સ, આધુનિક રડાર સિસ્ટમ અને મજબૂત લડાયક ક્ષમતા છે.
HAL LCA Mark 1-A ફાઇટર જેટ બનાવશે
મીડિયા એજન્સીના અહેવાલ મુજબ, આ ફાઇટર જેટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવવામાં આવશે. LCA Mark 1-A ફાઇટર પ્લેન માટે આ બીજો ઓર્ડર હશે. કેન્દ્ર સરકારે થોડા વર્ષો પહેલા 83 ફાઇટર જેટ માટે લગભગ 48 હજાર કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો છે. આ નવા ફાઇટર જેટ MiG-21 નું સ્થાન લેશે. MiG-21 જૂના થઈ ગયા છે, જેના કારણે ભારતીય વાયુસેના તેમને સેવામાંથી બહાર કરી રહી છે.
LCA Mark 1-A ની તાકાત કેટલી છે?
ભારતીય વાયુસેના આગામી થોડા અઠવાડિયામાં મિગ-21ને કાફલામાંથી સંપૂર્ણપણે દૂર કરશે. LCA માર્ક-1એ એક અત્યાધુનિક ફાઇટર જેટ છે, જેમાં પહેલા કરતા વધુ સારી એવિયોનિક્સ, આધુનિક રડાર ટેકનોલોજી અને ઉચ્ચ સ્તરની મારક ક્ષમતા છે. આમાં 65 ટકાથી વધુ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે. નિષ્ણાતો માને છે કે આનાથી સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની ટેકનોલોજીકલ આત્મનિર્ભરતામાં વધારો થશે, તેની સાથે એરોસ્પેસ ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે.
રિપોર્ટ અનુસાર, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ 200થી વધુ LCA Mark2 અને એટલી જ સંખ્યામાં પાંચમી પેઢીના અદ્યતન ફાઇટર જેટ ખરીદવાનો સોદો મેળવવા જઈ રહી છે. આનાથી ભારતની સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાને એક નવી ઓળખ મળશે.
મિગ-21ની વિદાય થશે
ભારતીય વાયુસેના (IAF) 19 સપ્ટેમ્બર 2025ના રોજ તેના સૌથી જૂના અને ઐતિહાસિક ફાઇટર એરક્રાફ્ટ મિગ-21ને વિદાય આપવા જઈ રહી છે. 23 સ્ક્વોડ્રન (પેન્થર્સ) ચંદીગઢ એરબેઝ ખાતે એક ખાસ સમારોહમાં આ વિમાનને વિદાય આપશે. તેને સૌપ્રથમ 1963માં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. આ ફાઇટર જેટે 1962ના યુદ્ધમાં ભારતની તાકાત વધારી હતી. તે સોવિયેત યુનિયન (હવે રશિયા) દ્વારા બનાવવામાં આવ્યા હતા, જે અવાજની ગતિ કરતાં વધુ ઝડપથી ઉડી શકે છે.