Jaishankar at UNGA : ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80માં સત્રમાં સંબોધન કર્યું. તેમણે યુએનમાં પહલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો તથા કહ્યું કે ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર રહ્યો છે. પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, કે ‘પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા બિઝનેસની જેમ ફેલાઈ રહ્યા છે. આતંકવાદીઓને જાહેરમાં પ્રશંસા કરવામાં આવે છે.’
જયશંકરે યુએનમાં અપીલ કરતાં કહ્યું કે આતંકવાદ પર પૂર્ણ શક્તિથી દબાણ વધારવું જોઈ જેથી તેને સંપૂર્ણપણે સમાપ્ત કરી શકાય.
યુએનના વખાણ કર્યા
વિદેશમંત્રીએ કહ્યું કે, કે અદ્વિતીય સંસ્થાને 80 વર્ષ પૂર્ણ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર્સ યુદ્ધ રોકવા તથા શાંતિ સ્થાપવાનું આહ્વાન કરે છે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર્સ અધિકારોની રક્ષા કરવા તથા પ્રત્યેક માનવીની ગરિમા જાળવવા આહ્વાન કરે છે. જોકે આપણે ખુદને સવાલ કરવો જોઈએ કે આપણે સંયુક્ત રાષ્ટ્રની અપેક્ષા કેટલી પૂર્ણ કરી?’
જયશંકરે સંયુક્ત રાષ્ટ્રના વખાણ કરતાં કહ્યું કે UNની સ્થાપના બાદ વિકાસ પર પ્રકાશ નાંખવામાં આવ્યો અને જેમ જેમ ઉપનિવેશવાદ સમાપ્ત થતો ગયો તેમ તેમ દુનિયાની પ્રાકૃતિક વિવિધતા પરત ફરી. યુએનની સદસ્યતા પણ ચાર ગણી વધી. વૈશ્વિકીકરણના એજન્ડાનો વિસ્તાર થયો. યુએનના કારણે જ આજે ક્લાઈમેટ ચેન્જ વિવિધ દેશોની પ્રાથમિકતા બન્યું છે.