gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રો કોટનની આયાત પર 11 ટકા ડયૂટી નાબુદ કરાઈ | 11% duty on raw cotton imports abolished

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in Business
0 0
0
રો કોટનની આયાત પર 11 ટકા ડયૂટી નાબુદ કરાઈ | 11% duty on raw cotton imports abolished
2
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરી દેવાઈ છે અને બીજી વધારાની ૨૫ ટકા તોળાઈ રહી છે જેને કારણે દેશના ટેકસટાઈલ સહિતના અનેક ક્ષેત્રોની નિકાસ પર ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખી સરકારે રો કોટનની આયાત પરની ૧૧ ટકા ડયૂટી ૩૦ સપ્ટેમ્બર સુધી નાબુદ કરી છે. બીજી તરફ યુએસ ટેરિફ વધારાથી રાહત આપવા માટે, કેન્દ્ર સરકાર સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ને આપવામાં આવેલી લોનના કિસ્સામાં નોન-પર્ફોર્મિંગ એસેટ (એનપીએ)ના વર્ગીકરણનો સમયગાળો ૯૦ દિવસથી વધારીને ૧૮૦ દિવસ કરવાનો વિચારણા કરી રહી છે.

ડયુટીમાં મુક્તિને કારણે યાર્ન, ફેબ્રિક, ગારમેન્ટસ સહિતના ટેકસટાઈલ સેગમેન્ટને રાહત થશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.  સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે સરકારે ૧૯ ઓગસ્ટથી લાગુ થાય તે રીતે રો કોટન પરની ૧૧ ટકા ડયૂટી તથા એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ સેસ ૩૦ સપ્ટેમ્બર સુધી નાબુદ કરી નાખ્યા છે. 

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રી સહિતની વિવિધ ઉદ્યોગ સંસ્થાઓ દ્વારા છેલ્લા લાંબા સમયથી આયાત ડયૂટી દૂર કરવા માગણી થઈ રહી હતી. 

દેશના ટેકસટાઈલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા આ નાબુદી આવશ્યક હતી. નિકાસ માટે વૈશ્વિક ફરજપાલનના ધોરણનું પાલન કરવા ઊંચી ગુણવત્તાના રૂની ભારતના ટેકસટાઈલ  ઉદ્યોગને આવશ્યકતા રહે છે. 

ડયૂટી દૂર કરતા દેશમાં રૂના ભાવમાં ઘટાડો જોવા મળશે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીએ સરકારના આ પગલાંને આવકાર્યું છે.  દેશના મોટાભાગના વિસ્તારોમાં સારા ચોમાસાને પગલે  કપાસની ઉપજ ઊંચી રહેવાની આશા છે એમ કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા(સીએઆઈ)ના સુત્રોએ  તાજેકરમાં  જણાવ્યું હતું. ઓકટોબરથી શરૂ થનારી ૨૦૨૫-૨૬ની  નવી મોસમનું  રૂ ઉત્પાદન ૩૨૫-૩૩૦ લાખ ગાંસડી રહેવા ધારણાં છે. 

 ભારતના માલસામાન પર ઊંચા ટેરિફ લાગુ કરવાના અમેરિકાના નિર્ણયથી દેશના માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ)ને અસર થવાની શકયતાને ધ્યાનમાં રાખી એમએસએમઈની લોનને નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)માં વર્ગીકૃત કરવાના હાલના નોન-પેમેન્ટના ૯૦ દિવસના ધોરણને બમણું કરી ૧૮૦ દિવસનું ધોરણ રાખવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) વિચારી રહી છે. આરબીઆઈની આ દરખાસ્ત દેશમાં નાણાંભીડ અનુભવતા એમએસએમઈ માટે રાહતરૂપ બની રહેશે એમ રિઝર્વ બેન્ક માની રહી છે.

દેશની નિકાસમાં એમએસએમઈનો હિસ્સો નોંધપાત્ર રહે છે.આ અગાઉ  પૂરી પડાયેલી લોન  ટેરિફને કારણે દબાણ હેઠળ આવી જવાની બેન્કોમાં ચિંતા ઊભી થઈ છે આ હકીકતને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ,સમયગાળો વધારવા વિચારી રહી છે.

એમએસએમઈની એસેટ કવોલિટી અત્યારસુધી સ્થિર છે, પરંતુ ટેરિફને કારણે  નિકાસ બજારમાં તેમની સ્પર્ધાત્મકતા ઘટી શકે છે, જે તેમની એસેટ કવોલિટી પર અસર કરશે.  દેશમાં કાર્યરત એમએસએમઈમાંથી ૪૮થી ૫૦ ટકા એમએસએમઈ નિકાસલક્ષી પ્રોડકટસનું ઉત્પાદન કરે છે. 

નાણાં વર્ષ ૨૦૨૦માં એમએસએમઈની કુલ લોનમાં ૧૧.૦૩ ટકા લોન નોન પરફોર્મિંગ એસેેટસ બની ગઈ હતી જે નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે ૩.૫૯ ટકા પર આવી ગઈ હતી. હવે સ્થિતિ ફરી ગંભીર બનવાની બેન્કરોને ચિંતા સતાવી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
ઓનલાઈન સટ્ટાની ગેમ્સ પર પ્રતિબંધની તૈયારી | Preparations for ban on online betting games

ઓનલાઈન સટ્ટાની ગેમ્સ પર પ્રતિબંધની તૈયારી | Preparations for ban on online betting games

95 કનેક્શનોમાં રૂ. 39.73 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 39 73 lakhs detected in 95…

95 કનેક્શનોમાં રૂ. 39.73 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 39 73 lakhs detected in 95...

આણંદ અને વિદ્યાનગરમાંથી 10 રખડતા પશુઓ પાંજરે પૂરાયા | 10 stray animals from Anand and Vidyanagar wer…

આણંદ અને વિદ્યાનગરમાંથી 10 રખડતા પશુઓ પાંજરે પૂરાયા | 10 stray animals from Anand and Vidyanagar wer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીનને રોકવા ભારત સાથે જેવલિનથી લઈને સ્ટ્રાઈકર જેટ બનાવીશું : વેન્સ | We will build Javelin to Stryke…

ચીનને રોકવા ભારત સાથે જેવલિનથી લઈને સ્ટ્રાઈકર જેટ બનાવીશું : વેન્સ | We will build Javelin to Stryke…

1 year ago
કપુરાઈ-વાઘોડિયા તથા આજવા-ગોલ્ડન ચોકડી વચ્ચે ટ્રાફિકજામ | Traffic jam between Kapurai Waghodia and Aj…

કપુરાઈ-વાઘોડિયા તથા આજવા-ગોલ્ડન ચોકડી વચ્ચે ટ્રાફિકજામ | Traffic jam between Kapurai Waghodia and Aj…

7 months ago
ટ્રેનના એસી કોચમાં ચાર બેગમાં છુપાવેલો ૧૮.૨૮ લાખનો ગાંજો મળ્યો | ganjo caught in train

ટ્રેનના એસી કોચમાં ચાર બેગમાં છુપાવેલો ૧૮.૨૮ લાખનો ગાંજો મળ્યો | ganjo caught in train

4 months ago
પાસપોર્ટ માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર વસોના શખ્સને બે વર્ષની કેદ | Vasco man who presented fake doc…

પાસપોર્ટ માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર વસોના શખ્સને બે વર્ષની કેદ | Vasco man who presented fake doc…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News