Vadodara : શાકભાજીના વેપારીના ઘરે પહોંચેલ મહિલા જીવદયા પ્રેમી સાથે મારામારી કરી અપશબ્દો બોલવા બાબતે ફરિયાદના આધારે પોલીસે વેપારી અને તેની બહેન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા વૈશાલી બેન (નામ બદલ્યું છે) ને ગત 9 જાન્યુઆરીના રોજ ખંડેરાવ માર્કેટમાંથી એક વ્યક્તિએ જાણ કરી હતી કે, અહીંયા શ્વાનો બીમાર હોય ઇમર્જન્સી છે. જેથી તેઓ તુરંત ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચતા જાણ તેમને જાણવા મળ્યું હતું કે, બે ગલૂડિયાંના મોત થયા છે. જેથી તેઓએ ખંડેરાવ માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતા વાસુદેવ પટેલનો કોલ કરતા તેઓએ રીસીવ ન કરતા વાસુદેવ પટેલના ઘરે પહોંચ્યા હતા. જ્યાં વાસુદેવ પટેલની બહેન જાનકીબેન પટેલએ વાસુદેવને કહ્યું હતું કે, આ માર્કેટ કેમ ગઈ હતી ? જેથી વૈશાલીબેનએ જવાબમાં કહ્યું હતું કે, પોતે જીવદયા પ્રેમી હોય શ્વાનને રેસ્ક્યુ કરવા માટે ગઈ હતી. અને અચાનક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો કહી રસોડામાંથી તપેલી લાવી વૈશાલીબેનના માથામાં મારી હતી. જ્યારે વાસુદેવે વૈશાલી બેનને પકડી રાખતા જાનકીબેનએ સાવરણા વડે માર માર્યો હતો. ત્યારબાદ દસ દિવસ અગાઉ વાસુદેવ વૈશાલીબેનના ઘરે પહોંચ્યો હતો. જ્યાં વૈશાલીબેને કહ્યું હતું કે, પિરિયડ આવતા નથી તું હોસ્પિટલ લઈ જા, જોકે વાસુદેવ ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ ફોન ન રિસીવ કરી જવાબ આપવાનું ટાળ્યું હતું. જેથી પોલીસ કંટ્રોલનો સંપર્ક કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પણ જાનકી પટેલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી અપશબ્દો કહ્યા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે વાસુદેવ પટેલ (રહે-દયાલભવનનો ખાંચો, રાજમહેલ રોડ) અને જાનકી પટેલ (રહે-કોઠી ફળિયા) વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.