Indian OMC On Trump’s Tariff Policy: ભારતની ઓઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ (OMC)એ અમેરિકાના રશિયન ક્રૂડ ખરીદવાના વલણની ભારે ટીકા કરી છે. ક્રૂડ ઓઈલ રિફાઈનરી કંપનીઓએ અમેરિકાની પોલ ઉઘાડી પાડતાં કહ્યું છે કે, ભારતીય OMC રશિયા પાસેથી ક્રૂડ ખરીદીના પ્રતિબંધ નિયમોનું ઉલ્લંઘન કરી રહી નથી. અમે સંપૂર્ણપણે કાયદામાં રહીને ખરીદી કરી રહ્યા છીએ. અમેરિકાની રશિયન ક્રૂડ પર તાજેતરની પ્રતિબંધ વ્યવસ્થા હેઠળ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાની મંજૂરી છે. તેમ છતાં અમેરિકાનું આ પાખંડ કેમ?
ટ્રમ્પના આકરા વલણનો વિરોધ
ભારતીય ક્રૂડ ઓઈલ રિફાઈનરીઝના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વર્તમાન પ્રતિબંધ વ્યવસ્થામાં ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાની મંજૂરી છે. તે યોગ્ય અનુપાલન સાથે સરહદની બહાર અથવા તેનાથી ઓછું ક્રૂડ ખરીદી શકે છે. અમેરિકા અને યુરોપિયન યુનિયનના આ દિશાનિર્દેશો ત્રીજા દેશ પાસેથી નિશ્ચિત મર્યાદામાં ક્રૂડ ખરીદવાની મંજૂરી આપે છે. તેમ છતાં અમેરિકા આ પ્રકારનું પાખંડ કેમ કરી રહ્યું છે.
લિમિટમાં ખરીદી કરી રહી છે OMC
ઉદ્યોગ સૂત્રોએ જણાવ્યું કે, રશિયન ક્રૂડ પર વૈશ્વિક સ્તરે પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. માત્ર રેકોર્ડ રાખવાની અનિવાર્યતાની સાથે સરહદ પરથી શિપિંગ, વીમા અને ફાઈનાન્સને સીમિત કરે છે. તદુપરાંત યુરોપિયન યુનિયને હવે આગામી વર્ષથી રશિયન ક્રૂડમાંથી તૈયાર રિફાઈનરી ફ્યુલ પર પ્રતિબંધ લાદવાની તૈયારી કરી છે, પછી ભલે ત્રીજા દેશમાં તેને રિફાઈન કરવામાં આવ્યું હોય. જો કે, અત્યારસુધી કોઈપણ ભારતીય ઓઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીએ પ્રાઈસ લીમિટનું ઉલ્લંઘન કર્યું નથી. એક માત્ર નાયરા એનર્જી પર આ વર્ષે 18 જુલાઈથી યુરોપિયન યુનિયનની રશિયન ક્રૂડ પ્રતિબંધ યાદીમાં સામેલ કરવામાં આવી હતી. કારણકે, તેની માલિકી રશિયાના રોસનેફ્ટ પાસે છે.
આ પણ વાંચોઃ અમેરિકા ભારત પાસેથી રીફાઇન્ડ ઓઇલ ના ખરીદે : એસ.જયશંકર
અમેરિકાનું પાખંડ
સૂત્રોએ જણાવ્યું કે, અમેરિકાએ કિંમતો સ્થિર કરવા માટે આ પ્રકારની ખરીદી કરવા મામલે ભારતને સમર્થન આપ્યું હતું. યુરોપિયન યુનિયનની નવી કાર્યવાહી મુખ્યત્વે પોતાના માર્કેટ સુધી અન્ય દેશોની પહોંચને આકરી બનાવે છે. જે વૈશ્વિક પ્રતિબંધ લાદતી નથી. અમેરિકાના તત્કાલિન રાજદૂત એરિસ ગાર્સેટીએ 2024માં કહ્યું હતું કે, વોશિંગ્ટન ઈચ્છે છે કે, કોઈ દેશ રશિયા પાસેથી નિશ્ચિત કિંમત પર ક્રૂડ ખરીદે. જેથી ક્રૂડના ભાવોમાં ઉછાળો ન આવે. હવે અમરિકા જ આ બાબતનો વિરોધ કરી રહ્યું છે.
ભારત પર નફાખોરીના આરોપ
ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસેન્ટે ભારત પર નફાખોરીના આરોપ મૂક્યા હતાં. ટ્રમ્પની વેપાર નીતિઓના પ્રમુખ પીટર નવારોએ પણ ભારતની ટીકા કરી હતી કે, ભારત ક્રેમલિન માટે કપડાં ધોવાના મશીન સ્વરૂપે કામ કરી રહ્ુયં છે. તેની ખરીદીથી રશિયાને યુક્રેન સામે યુદ્ધ લડવા ફંડિંગ પૂરુ પાડી રહ્યું છે.
એસ. જયશંકરે આપ્યો આકરો જવાબ
એસ. જયશંકરે અમેરિકા ટેરિફ આતંકમાં ભારતને ટાર્ગેટ બનાવવા મુદ્દે આકરૂ નિવેદન આપ્યું હતું કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી પોતાના રાષ્ટ્રીય હિતો અને વૈશ્વિક હિતો બંને માટે કરી રહ્યું છે. અમેરિકાને ભારતમાં રિફાઈન્ડ ઓઈલ અંગે કોઈ સમસ્યા હોય તો તેણે ભારત પાસેથી ઓઈલ ના ખરીદવું જોઈએ.