Emergency Service: રાજ્ય સરકારે એમ્બ્યુલન્સ, ફાયર, પોલીસ સહિત આકસ્મિક મદદ માટે 112 ઈમરજન્સી નંબર જાહેર કર્યો છે. પરંતુ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ સર્જાઈ છે. મોટા ઉપાડે જાહેરાત તો કરાઈ છે પણ 112 જનરક્ષક સેવાના એક હજારથી વધુ પાયલોટો બેરોજગાર બન્યાં છે. પરીક્ષા લેવાઈ છે, તાલીમ અપાઈ ગઈ છે પણ 6 મહિના પછી પણ જનરક્ષક પાયલટોને ઓર્ડર આપવામાં આવ્યો નથી.
1200 પાયલોટને નોકરીની ખાતરી આપી પરંતુ…
ઈમરજન્સી નંબર 100, 108, 181 કે 1930 જેવા અલગ-અલગ નંબરોની જગ્યાએ સરકારે હવે ઈમરજન્સી સેવાઓ માટે 112 જનરક્ષક નંબર લોન્ચ કર્યો છે. 112 જનરક્ષક માટે માર્ચ 2025માં પરીક્ષા લેવામાં આવી હતી ત્યાર બાદ પસંદ કરાયેલાં 1200 પાયલોટોને તાલીમ પણ આપવામાં નથી આવી. તાલીમ પૂર્ણ થયા બાદ ઉમેદવારોને સર્ટિફિકેટ આપી 20-22 હજારના પગારથી કોન્ટ્રાક્ટથી નોકરીએ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં સાબરમતી નદી છલકાઈ, ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું, રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યાં
ગાંધીનગરના ધક્કા ખાવા બન્યા મજબૂર
આજે આ વાતને છ મહિના વિત્યા, પણ હજુ સુધી એકેય પાયલોટને લેખિત ઓર્ડર આપવામાં નથી આવ્યો. લગભગ 1200 પાયલોટો ઓર્ડરની રાહ જોઈને બેઠાં છે. ઉમેદવારોને બે થી ચાર વખત ગાંધીનગરમાં બોલાવાયાં પછી પણ ઓર્ડર અપાયા નથી. ઘણા પાઈલોટો તો નોકરી ખાતર ઉછીના પૈસા લઈ ગાંધીનગરના ધક્કા ખાઈ રહ્યા છે પણ હજુ મેળ નથી પડ્યો.
આ પણ વાંચોઃ પંચમહાલના પાનમ ડેમમાં પાણીની 90% આવકઃ નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ
પાયલોટને ઓર્ડર આપવા સરકારી તાયફો?
આ ઉપરાંત 112 જનરક્ષક સેવા માટે સરકારે 500 નવી ગાડીઓ ખરીદી હતી પરંતુ, આ ગાડીઓ પણ હાલ ધૂળ ખાઈ રહી છે. 500 ગાડીઓ અને 1200 પાયલોટ જનસેવા માટે તૈયાર છે પરંતુ સરકારના ઓર્ડરમાં વિલંબ થઈ રહ્યો છે અને બધુય અટવાઈ પડ્યું છે. સરકારે મોટાઉપાડે જાહેરાત કરીને વાહવાહી તો મેળવી લીધી પણ હજુ સુધી નવી ગાડીઓનો ઉપયોગ થઈ રહ્યો નથી. આ ઉપરાંત પસંદ થયેલાં પાયલોટોને નોકરી માટે ઓર્ડર આપવામાં આવતો નથી. સરકારને જાણે સરકારી તાયફો કરીને પાયલોટોને ઓર્ડર આપવાનું આયોજન હોય તેમ લાગી રહ્યુ છે.