UPSC exam EWS Age Limit : મધ્યપ્રદેશ હાઈકોર્ટે આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના ઉમેદવારોને UPSC પરીક્ષામાં વય મર્યાદામાં છૂટછાટ આપવાની માંગ ફગાવી દીધી છે. હાઈકોર્ટે આ મામલે 17 અરજીઓ ફગાવી દેતા કહ્યું કે, ‘SC, ST અને OBC વર્ગની જેમ EWS વર્ગ માટે કાયદામાં કોઈપણ પ્રકારની જોગવાઈ નથી. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટે EWS ઉમેદવારોને અન્ય અનામત વર્ગોની જેમ UPSC-2025ની પરીક્ષામાં પાંચ વર્ષની છૂટ અને 9 પ્રયાસ કરવાની મંજૂરી આપી હતી, જોકે હવે આ મામલા સંબંધીત અરજીઓ હાઈકોર્ટે ફગાવી દીધી છે.
EWS પણ વયમર્યાદામાં છૂટ મેળવવાના હકદાર : દલીલ
હાઈકોર્ટમાં કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે, જે રીતે EWS ઉમેદવારોને અગાઉ માધ્યમિક અને પ્રાથમિક શિક્ષક ભરતી પરીક્ષામાં પાંચ વર્ષની વમર્યાદાની છૂટનો લાભ અપાયો હતો, તે જ રીતે સંઘ જાહેર સેવા આયોગ (UPSC)ની સિવિલ સર્વિસીઝ પરીક્ષા-2025માં પણ લાભ મળવો જોઈએ. કારણ કે EWS પણ એસસી, એસટી અને ઓબીસીની જેમ વયમર્યાદામાં છૂટ મેળવવાના હકદાર છે.
આ પણ વાંચો : ‘મહાકુંભમાં નાસભાગમાં કેટલા શ્રદ્ધાળુના મોત થયા, તેના આંકડા કેન્દ્ર સરકાર પાસે નથી’ સંસદમાં ગૃહરાજ્યમંત્રીનો જવાબ
હાઈકોર્ટે અરજી ફગાવી
હાઈકોર્ટે તમામ અરજી ફગાવી નિર્ણય સંભળાવતા કહ્યું કે, એસસી, એસટી અને ઓબીસીની જેમ ઈડબલ્યુએસને વમર્યાદામાં છૂટછાટ આપી શકાતી નથી. રાજ્ય અને કેન્દ્રમાં ઓબીસી, એસસી, એસટીને મળતું અનામત અલગ-અલગ હોય છે, તેથી રાજ્યમાં મળનારી સુવિધાનો કેન્દ્રમાં લાગુ કરવાનો દાવો ન કરી શકાય. આ મુદ્દે અગાઉ ફેબ્રુઆરીમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને હવે આ મામલે 44 પેજનો નિર્ણય સંભળાવ્યો છે.
UPSC દ્વારા નિર્ધારિત વયમર્યાદા કેટલી?
યુપીએસસીમાં સામાન્ય કેટગરી માટે 32 વર્ગ 6 પ્રયાસો, એસસી/એસટી વર્ગ માટે 37 વર્ગ અને પ્રયાસોની કોઈ મર્યાદા નહીં, જ્યારે OBC ઉમેદવારો માટે વય મર્યાદા 45 વર્ષ અને 9 પ્રયાસોની મર્યાદા નિર્ધારીત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગાઝામાં એરસ્ટ્રાઇકમાં 413 લોકોના મોત, અનેક લોકો કાટમાળ નીચે દબાયા, 59 બંધકો પર લટકતી તલવાર