અમદાવાદ,સોમવાર,31 માર્ચ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેટ ડોગ એટલે
કે પાળતુ કૂતરાં રાખવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયુ છે.૩૧ માર્ચ સુધી ૪૪૩૭
પેટડોગનું રજિસ્ટ્રેશન કરાયુ છે.શહેરમાં ૫૦ હજારથી વધુ પેટડોગ હોવાનું તંત્રનું
અનુમાન છે. આ કારણથી રજિસ્ટ્રેશન માટે એક મહિનો મુદત વધારવામાં આવી છે.
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી
મહીનામાં પેટડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યુ હતુ.ત્રણ મહીનાની અંદર
પેટડોગ રાખવાવાળાએ રજિસ્ટ્રેશન કરાવવાનુ હતુ.૩૧ માર્ચ સુધીમાં તંત્રની અપેક્ષા
કરતા પેટડોગનુ રજિસ્ટ્રેશન ઓછું થયું છે. સૌથી વધુ રજિસ્ટ્રેશન થયુ હોય તેવા
બ્રિડમાં જર્મન શેફર્ડ,લેબ્રાડોર
અને સાઈબેરીયન હસકીનો સમાવેશ થાય છે.પોમેરીયન,ગોલ્ડન રીટ્રીવિયર
જેવા બ્રિડનું પણ રજિસ્ટ્રેશન કરાયું છે.
ઝોન મુજબ કેટલાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન
ઝોન રજિસ્ટ્રેશન
મધ્ય ૧૪૬
પૂર્વ ૪૮૧
ઉત્તર ૩૧૪
ઉ.પ. ૧૦૩૩
દક્ષિણ ૪૮૨
દ.પ. ૭૭૦
પશ્ચિમ ૧૧૮૯
ઓનલાઈન ૨૨
કુલ ૪૪૩૭