Bharuch Liquor Smuggling : વાલીયા પોલીસ ટીમે કદવાલી ગામના પુલ ઉપરથી કારમાં દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી રૂ. 12.54 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વાલીયા પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, “એક સફેદ કલરની કારમાં ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી વાડી ગામથી કદવાલી થઈને ડહેલી ગામ તરફ જનાર છે” જે આધારે પોલીસ સ્ટાફ કદવાલી ગામના બ્રીજ ઉપર વોચ ગોઠવી બાથમી મુજબની કારને ઝડપી પાડી હતી. કારમાંથી દારૂની નાની મોટી બોટલ તથા બીયર ટીન નંગ- 1800 કિ.રૂ.5,49,600, કિયા કાર કિ.રૂ.7,00,000 તથા મોબાઈલ ફોન સહિત કુલ કિ.રૂ.12,54,600ના મુદામાલ સાથે કિરીટભાઈ વસાવા (રહે.પથ્થરીયાગામ, સરપંચ ફળિયુ તા.વાલીયા)ની અટકાયત કરી રાહુલભાઈ ઓકારામ માલી (રહે-કંબોડીયા તા.નેત્રંગ જી.ભરૂચ) અને હરેશભાઈ ઉર્ફે હરીયો વસાવા (રહે-ડેહલી નગરશેઠ ફળિયુ તા.વાલીયા જી.ભરૂચ) ને વોન્ટેડ જાહેર કર્યા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પ્રોહીબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે