Jamnagar Crime : જામનગર તાલુકાના સાપર ગામમાં રહેતા ધીરજભાઈ ઉપસરપંચ તેમજ ગામના અન્ય બે વ્યક્તિઓ હિતેશભાઈ પેથાભાઇ ભાંભી, અને ગૌતમભાઈ વગેરેએ ગામમાં ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરેલું હોવાથી તેના પાંડલમાં બેઠા હતા.
જે દરમિયાન ગામના સરપંચ અને તેના મળતીયાઓ લોખંડના પાઇપ અને લાકડી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા, અને હુમલો કરી દીધો હતો, જેમાં ત્રણેયને ઈજા પહોંચી હતી.
આખરે આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને નિતેશભાઈ પેથાભાઇ દ્વારા સિક્કા પોલીસ મથકમાં ચાર આરોપીઓ પ્રવીણ ભીખાભાઈ બગડા, વિક્રમ પ્રવીણભાઈ બગડા,તટ લાખુભાઇ હીરાભાઈ બગડા અને કાળા દેવાભાઈ બગડા સામે ફરિયાદ નોંધાવી છે.