15.5 ફૂટની ગણપતિદાદાની મૂર્તિ અને રાજમહેલ જેવા પંડાલે આકર્ષણ જમાવ્યું
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર શહેરના બાલા હનુમાન રોડ પર છેલ્લા ૨૫ વર્ષથી વાદીપરા યુવક મંડળ દ્વારા ‘વાદીપરા કા રાજા’ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે આબેહુબ મહેલ જેવો પંડાલ બનાવવામાં આવ્યો છે. પંડાલને રાજમહેલ જેવો લુક આપવા માટે અંદાજે ૨૦૦થી વધુ ચીની ફોર્મની સીટનો ઉપયોગ કરી કારીગરો દ્વારા ત્રણ મહિનાની જહેમત બાદ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ગણપતિ દાદાની અંદાજે ૧૫.૫ ફુટની મૂર્તિનો શણગાર કરી સ્થાપીત કરવામાં આવી છે. દરરોજ પુજા, અર્ચના સહિત મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે તેમજ રાત્રે અલગ-અલગ કાર્યક્રમો જેમ કે સુંદરકાંડના પાઠ, સત્યનારાયણ ભગવાનની કથા, ડાયરો, રાસ-ગરબા વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે.