વિરમગામ
પંથકમાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી
રસ્તા
પર ભરાયેલા ગટરના પાણીમાંથી ભગવાનનો કાઢવો પડતા જૈનબંધુઆની ધાર્મનક લાગણીને ઠેસ
પહોંચી
વિરમગામ –
વિરમગામ શહેરમાં પર્યુષણ પર્વ નિમિત્તે આજે તપસ્વીઓની ભવ્ય
શોભાયાત્રા યોજાઈ હતી. સવારે નાની-મોટી
આરાધના કરનાર તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા. ત્યારબાદ તપસ્વીઓની ભવ્ય
શોભાયાત્રા નીકળી. હતી. શોભાયાત્રા શાંતિનાથ જિનાલયથી પ્રારંભ થઈ હતી. આ યાત્રામાં
મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા.
વિરમગામ
શ્વેતાંબર મૂતપૂજક જૈન સંઘના આંગણે પર્યુષણ પર્વ બાદ શાસન દેવની ભવ્ય શોભા યાત્રા
શાંતિનાથ જિનાલયથી નીકળી હતી. ધર્મ ધજા ભગવાનનો કલાત્મક ચાંદીનો રથ ત્રીસલામાતાને
આવેલા ૧૪ સ્વપ્નોની ઝાંખી શણગારેલી ઊંટ ગાડીઓ બેન્ડવાજા શરણાઈવાદક વાજતે ગાજતે
શોભાયાત્રા શહેરના માર્ગો પર નીકળી હતી.
શોભાયાત્રા ઉબડખાબડ રસ્તા અને અખંડ ઉભરાતી ગટરો ગંદા પાણીમાંથી ભગવાનનો રથ
કાઢવા મજબૂર બનતા ધામક લાગણીને ઠેસ પહોંચી હતી. શોભાયાત્રામાં આવેલા તમામ ભાઈ
બહેનો ફરજિયાત ગટરના ગંદા પાણીમાંથી ચાલવુ પડયું હતું. નગરપાલિકા તંત્ર દ્વારા
ખાડા પૂરવાની તસ્દી પણ લેવામાં આવી ન હતી. નગરપાલિકા તંત્ર સામે જૈન સમાજમાં રોષ
જોવા મળ્યો હતો આ શોભાયાત્રામાં જૈન સંઘના શેઠ આણંદ જી કલ્યાણજી પેઢીના ચેરમેન
વિપુલભાઈ ગાંધી ટ્રસ્ટીગણ શહિત મોટી સંખ્યામાં જૈન સમાજના જોડાયા હતા બાદમાં સંઘનો
સ્વામી વાત્સલ્ય જૈન વાડી ખાતે રાખવામાં આવ્યું હતું.