વડોદરા, તા.2 વડોદરા શહેરમાં સરકારી કચેરીઓ ધરાવતી બહુમાળી બિલ્ડિગો કુબેર ભવન અને નર્મદા ભવનમાં રિપેરિંગની કામગીરીના પગલે બંને બિલ્ડિંગોની ઓફિસો ખાલી કરવાની સૂચના આપ્યા બાદ બે ડઝન જેટલી સરકારી કચેરીઓને એક વર્ષ સુધી નવુ સરનામું મળ્યું છે.
નર્મદા ભવન અને કુબેર ભવનના બિલ્ડિંગનું સ્ટ્રેન્થનિંગનું કામ શહેર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટૂંક સમયમાં શરૃ કરવામાં આવશે જે અંતર્ગત બંને બહુમાળી બિલ્ડિંગોની સરકારી કચેરીઓને અન્ય સ્થળે ખસેડવા માટે નોટિસો આપવામાં આવી હતી. વિવિધ કચેરીઓ દ્વારા નવું સરનામું શોધવાની કવાયત હાથ ધરાઇ હતી અને આખરે બે ડઝન સરકારી કચેરીઓને નવા સ્થળે લઇ જવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે.
મોટા ભાગની સરકારી કચેરીઓને કોઠી કચેરી તેમજ પંડયા બ્રિજ પાસે પેસ્ટિસાઇડ લેબોરેટરી ખાતેની બિલ્ડિંગમાં શિફ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા એક હુકમ બહાર પાડી તમામ કચેરીઓને આગામી એક સપ્તાહમાં નવા સરનામે શિફ્ટ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા નવા સ્થળે જે તે ઓફિસ માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
જન સેવા કેન્દ્ર સહિત કચેરીઓના નવા સરનામા
કચેરીનું નામ નવુ સરનામું
જન સેવા કેન્દ્ર, શહેર પૂર્વ પેસ્ટીસાઇડ લેબોરેટરી, પંડયા બ્રિજ પાસે
જિલ્લા બાળ સુરક્ષા એકમ માહિતી ખાતું (ત્રીજા માળે)
નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડયૂટી-૧ કલેક્ટર ઓફિસ
નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડયૂટી-૨ કલેક્ટર ઓફિસ
નાયબ કલેક્ટર (બુલેટ ટ્રેન) પ્રાંત કચેરી, શહેર
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગ્રામ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, શહેર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
૧૪૪- રાવપુરા મતદારયાદી કોઠી કચેરી
જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ એપીએમ (બરોડા ડેરી)
જમીન સંપાદન દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે પ્રાંત કચેરી, ગ્રામ્ય
જિલ્લા સમાજ સુરક્ષા ખાદી ગ્રામોદ્યોગ ભવન (ચોથો માળ)
મામલતદાર પૂર્વ પેસ્ટીસાઇડ લેબોરેટરી, પંડયા બ્રિજ પાસે
ઝોનલ કચેરી નંબર-૨ પેસ્ટીસાઇડ લેબોરેટરી, પંડયા બ્રિજ પાસે
ઝોનલ કચેરી નંબર-૪ પેસ્ટીસાઇડ લેબોરેટરી, પંડયા બ્રિજ પાસે
ઝોનલ કચેરી નંબર-૧ પેસ્ટીસાઇડ લેબોરેટરી, પંડયા બ્રિજ પાસે
સ્પેશિયલ એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ કોઠી કચેરી
બુલેટ ટ્રેન, વડોદરા-મંજુસર રોડ ફોર લેન પ્રાંત કચેરી, ગ્રામ્ય
ઇ-ધરા ઓફિસ શહેર પૂર્વ પેસ્ટીસાઇડ લેબોરેટરી, પંડયા બ્રિજ પાસે
નાયબ નિયામક, અનુ.જાતિ કલ્યાણ ખાદી ગ્રામોદ્યોગ ભવન (ચોથો માળ)
જિલ્લા મેનેજર, અનુ.જાતિ. વિકાસ કોર્પો. ખાદી ગ્રામોદ્યોગ ભવન (ચોથો માળ)
ડીવાયએસપી રેલવે ડીઆરએમ ઓફિસ
સેક્શન ઓફિસ (વિદ્યુત) મા અને મકાન આર એન્ડ બી ભવન
તલાટી કચેરી, કસ્બા, નાગરવાડા પેસ્ટીસાઇડ લેબોરેટરી, પંડયા બ્રિજ પાસે
એસીબી ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી, (૯મો માળ)