વડોદરા,કપુરાઇ બ્રિજ નજીક મુસાફરોથી ભરેલી એસ.ટી. બસને ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
દંતેશ્વર બજરંગ નગરમાં રહેતા પ્રવિણભાઇ પ્રતાપભાઇ પરમાર ડભોઇ એસ.ટી.ડેપોમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત ૨ જી તારીખે તેઓ કંડક્ટર અસફાકહુસેન ઝહીરૃદ્દીન સૈયદ સાથે કરનાળીથી વડોદરા તરફ ગયા હતા. કરનાળીથી વડોદરા આવી રાતે તેઓ વડોદરા એસ.ટી.ડેપોમાં રોકાઇ ગયા હતા. બીજે દિવસે સવારે છ વાગ્યે તેઓ વડોદરાથી મુસાફરોને બેસાડી કરનાળી જવા માટે નીકળ્યા હતા. સવા છ વાગ્યે કપુરાઇ બ્રિજ નીચે રોડ પર તરસાલી બ્રિજ તરફથી આવતા એક અજાણ્યા ટ્રક ચાલકે એસ.ટી.બસને ટક્કર મારતા બસના આગળના ભાગને નુકસાન થયું હતું. જોકે, સદ્નસીબે કોઇને ઇજા થઇ નહતી. કપુરાઇ પોલીસે અકસ્માત કરીને ભાગી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.