સુરતમાં ગઈકાલે શનિવારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી જેને જોવા માટે હજારો લોકો રોડ પર આવ્યા હતા. જેના કારણે સુરત શહેરમાં રોજ થાય એના કરતાં 50 મેટ્રીક ટન કચરો વધ્યો હતો. જોકે, સુરત પાલિકાએ એક જ રાત્રી દરમિયાન જ નિકાલ કરી દેવામા આવ્યો હતો. દિવસ દરમિયાન ગણેશ વિસર્જન રૂટ પરના કચરાને ગણતરીના કલાકોમાં સફાઈ કરીને દેશના નંબર વન શહેરની બિરુદને સાર્થક કરી દીધું છે.
ગઈકાલ શનિવાર સુરત શહેરમાં 80 હજારથી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન યાત્રા જુદા જુદા વિસ્તારોમાં નિકળી હતી અને વહેલી સવાર સુધી આ વિસર્જન યાત્રા ચાલતી હતી. આ વિસર્જન યાત્રા જોવા માટે શહેરના વિવિધ વિસ્તારમાં હજારો લોકો આવ્યા હતા. સુરત શહેરમાંથી મહાનગરપાલિકા દરરોજ સરેરાશ 2400 મેટ્રિક ટન કચરો એકત્ર કરે છે. પરંતુ ગણેશ વિસર્જન યાત્રા કારણે આ વર્ષે વધારાનો અંદાજે 50 મેટ્રિક ટન કચરો નીકળ્યો હતો.
આખા દિવસ વિસર્જન યાત્રા દરમિયાન આ વર્ષે પણ 50 મેટ્રીક ટન જેટલો કચરો પડ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાના 3800થી વધુ સફાઈ કર્મચારીઓ અને 300 સુપરવાઇઝર દ્વારા રાત્રી દરમિયાન સફાઈની કામગીરી કરશે અને સવાર સુધીમાં 50 મેટ્રીક ટન જેટલો કચરાની સફાઈ કરી દેવામાં આવી હતી.
સુરતમાં શનિવારે સવારથી વિસર્જન યાત્રા શરૂ થઈ હતી અને શહેર વિસ્તારમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં મોડી રાત્રીના વિસર્જન સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું. સુરત પાલિકાએ ગણેશ વિસર્જન દરમિયાન અને બાદમાં 9 ઝોન, 20 કૃત્રિમ તળાવ અને 368 રુટ પર 3800 જેટલા સફાઈ કર્મચારીઓ અને 300 સુપરવાઈઝર અને 350 થી વધુ વાહનોનો ઉપયોગ કર્યો હતો. પાલિકાએ ગણતરીના કલાકોમાં 50 ટન કરતા વધુ નિકળેલા કચરાનો નિકાલ કરી રુટ ચોખ્ખુંચણાક કરી સુરત સ્વચ્છતામાં નંબર વન છે તે સાબિત કરી દીધું છે.