– ભારે પવન સાથે જીલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો
– વરસાદને પગલે જીલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત કર્યા
સુરેન્દ્રનગર : હવામાન વિભાગની આગાહીને ૫ગલે સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાઈ ગયો છે જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા પણ અધિકારીઓ સહિત લોકોને સાવચેત કર્યા છે ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાતભર ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો હતો જ્યારે ગઈકાલે રવિવારના રોજ પણ સવારથી જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ દિશામાં સક્રિય થયેલ ડિપ્રેશન અને મોનસુન ટ્રફના કારણે આગામી સાત દિવસમાં સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી જેના ભાગરૂપે જીલ્લામાં શનિવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોર બાદ સાર્વત્રિક ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેમાં શનિવારે સવારના ૬-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી જીલ્લામાં ધ્રાંગધ્રા તાલુકામાં-૪૦ મીમી, દસાડા તાલુકામાં-૫૬ મીમી, લખતર તાલુકામાં-૪૦ મીમી, વઢવાણ તાલુકામાં-૧૮ મીમી, મુળી તાલુકામાં-૨૦ મીમી, ચોટીલા તાલુકામાં-૦૮ મીમી, સાયલા તાલુકામાં-૧૫ મીમી, ચુડા તાલુકામાં-૧૩ મીમી, લીંબડી તાલુકામાં-૨૭ મીમી અને થાન તાલુકામાં-૩૦ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે બીજે દિવસે રવિવારના સવારથી પણ જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર યથાવત જોવા મળી હતી અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત જીલ્લના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જીલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ ફરી મેઘમહેર જોવા મળતા એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તેમજ ખેડુતોમાં પણ સારા વરસાદને લઈ મીશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ જીલ્લાનું વહિવટી તંત્ર પણ સતર્ક બન્યું છે અને લોકોને નીચાણવાળા વિસ્તારોમાં અવર-જવર નહિં કરવા તાકીદ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં તા. ૦૭ સપ્ટેમ્બરના રોજ નોંધાયેલ વરસાદ (મીમી)
તાલુકો |
૬ થી ૮ |
૮ થી ૧૦ |
૧૦ થી ૧૨ |
૧૨ થી ૦૨ |
કુલ |
ધ્રાંગધ્રા |
૦૦ |
૧૦ |
૦૫ |
૦૦ |
૧૫ |
દસાડા |
૦૫ |
૧૧ |
૦૪ |
૦૬ |
૨૬ |
લખતર |
૦૩ |
૧૦ |
૦૭ |
૦૦ |
૨૦ |
વઢવાણ |
૦૩ |
૧૫ |
૧૩ |
૦૦ |
૩૧ |
મુળી |
૧૨ |
૦૮ |
૦૫ |
૦૦ |
૨૫ |
ચોટીલા |
૨૭ |
૧૫ |
૦૦ |
૦૦ |
૪૨ |
સાયલા |
૧૭ |
૦૯ |
૦૫ |
૦૦ |
૩૧ |
ચુડા |
૦૦ |
૧૧ |
૦૬ |
૦૭ |
૨૪ |
લીંબડી |
૦૦ |
૧૧ |
૦૪ |
૦૦ |
૧૫ |
થાન |
૧૦ |
૦૭ |
૦૬ |
૦૦ |
૨૩ |
જીલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ રેડ એલર્ટને પગલે લોકો સહિત અધિકારીઓને તાકીદ.
હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યં છે જેને પગલે જીલ્લા કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા લોકોને ભોગાવો નદીના પટમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં અવર-જવર નહિં કરવા તાકીદ કરવામાં આવી છે તેમજ પરિસ્થિતિને પહોંચી વળવા જીલ્લામાં એક એસડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે આ સિવાય પ્રાંત અધિકારી, મામલતદાર, તલાટી સહિતના અધિકારીઓની રજા રદ્દ કરી સેન્ટર નહિં છોડવા પણ સુચનાઓ આપી છે.