વડોદરા,સમતા વિસ્તારમાં મંદિરમાં પૂજા કરતી વૃદ્ધાના ગળામાંથી સોનાની પેન્ડલ સાથેની ચેન તોડીને આરોપી ભાગી ગયો હતો.જે અંગે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમતા સૌરભ પાર્કમાં રહેતા ૭૮ વર્ષના અરૃણાબેન બ્રિજેશકુમાર મિશ્રાના ઘરે એક શીવ મંદિર છે. જેમાં તેમનો પરિવાર પૂજા અર્ચના કરે છે.તેમજ બહારના વ્યક્તિઓ પણ પૂજા અર્ચના કરે છે. ગઇકાલે સાંજે તેઓએે પુત્રવધૂ સાથે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ઘરે મહેમાનો આવ્યા હોઇ આરતી પૂરી થયા પછી પુત્રવધૂ ઘરમાં ગઇ હતી. જ્યારે અરૃણાબેન મંદિરમાં બેસીને પૂજા કરતા હતા. તે દરમિયાન અચાનક પાછળથી આવેલો એક યુવક તેમના ગળામાંથી સોનાની દોઢ તોલા વજનની ચેન પેન્ડલ સાથેની તોડીને ભાગી ગયો હતો. સીસીટીવીમાં જોતા આરોપીએ કાળા કલરના શૂઝ તેમજ કાળા કલરનું શર્ટ અને જીન્સનું પેન્ટ પહેર્યા હતા.