– વરતેજ પોલીસ મથકમાં કાર ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ
– મિત્રો કાર લઈને ફેક્ટરીને કામ માટે ભાવનગરથી પરત સિહોર જતા અકસ્માત સર્જાયો
ભાવનગર : નવાગામ (ચીરોડા) પાસે કાર પલટી ખાઈ જતા ચાલકનું મોત થયું હતું. જ્યારે કારમાં સવાર મિત્રોને નાની મોટી ઇજાઓ થઈ હતી.
શહેરના પુનિતનગર વિસ્તારમાં રહેતા રુદ્રાભાઈ પરેશભાઈ રાઠોડ મિત્ર કર્મ અમિતભાઈ જાદવ, રુદ્રાભાઈ દુષ્યંતભાઈ રાઠોડ, કથનભાઈ સંજયભાઈ દેસાઈ કાર નંબર જીજે-૦૧-કેકયું-૨૦૬૪ લઈને સિહોરથી ભાવનગર ફેક્ટરીમાં કામ અર્થે આવી રહ્યા હતા. દરમિયાનમાં ફેક્ટરીનું કામ ફોન પર પૂર્ણથી જતા કાર લઈને નીકળેલા મિત્રો પરત સિહોર જવા માટે નિકળ્યા હતા. તેવામાં નવાગામ (ચીરોડા) પાસે કાર ચલાવી રહેલા કથનભાઈએ કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર મિત્રોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કથનભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.