વડોદરા: બનાવટી ઇન વોઇસના આધારે રૃા.૧૬.૯૦ કરોડની છેતરપિંડી કરવાના
બનાવમાં સંડોવાયેલા આરોપીની જીએસટી વિભાગે ધરપકડ કર્યા બાદ આજે આરોપીને કોર્ટમાં
રજૂ કરવામાં આવતા ચીફ.જ્યુ.મેજિ.એ આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે, સીજીએસટી વિભાગની તપાસમાં ખુલવા પામ્યું હતું
કે, અમદાવાદની પ્રાશા ઇન્ફ્રા.ના માલિકે બનાવટી ઇનવોેઇસના
આધારે જીએસટીની ચોરી કરી છે. તપાસમાં પ્રાશા ઇન્ફ્રાના માલિક સાબરકાંઠાની ખોડલ
ઇન્ફ્રામાં પણ ભાગીદાર હોવાનું અને તેના દ્વારા પણ જીેસટી ચોરી કરવામાં આવી હોવાની
વિગતો તપાસમાં ખુલી હતી.
મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું હતું કે, આ
અંગેનો ગુનો દાખલ થયા બાદ સીજીએસટી દ્વારા પ્રાશા ઇન્ફ્રા.ના પ્રાશા ઇન્ફ્રા.ના
માલિક વિરલકુમાર દિનેશભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આજે આરોપીને કોર્ટમાં રજૂ
કરવામાં આવ્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીએ
ઓક્ટોબર ૨૦૨૪ થી જુન ૨૦૨૫ના સમયગાળા દરમિયાન અયોગ્ય રીતે રૃા.૭.૮૬ કરોડની ઇનપુટ
ક્રેડીટ મેળવી હતી.
તપાસમાં ખોડલ ઇન્ફ્રા દ્વારા પણ જાન્યુઆરી ૨૦૨૫થી જુન ૨૦૨૫ના
સમયગાળા દરમિયાન ૯ કરોડથી વધુની આઇટીસી મેળવવામાં આવી હતી.આમ, વેપારીએ
કરોડો રુપિયાની જીેએસટી ચોરી કરી હોઇ તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તેને
વડોદરાની કોર્ટમાં રજૂ કરવામાં આવતા ચીફ.જ્યુ.મેજિ.એ આરોપીને જેલમાં મોકલી આપવાનો
આદેશ કર્યો હતો.