નવી દિલ્હી : ભારે વરસાદ અને પૂરને કારણે દિલ્હીમાં શાકભાજીના ભાવમાં ૩૪ ટકાનો વધારો થયો છે. નિષ્ણાતો કહે છે કે પૂરનું પાણી ઓસરવા લાગ્યું છે, પરંતુ તેનાથી રાજધાનીની આસપાસના પડોશી રાજ્યોમાં ઉભા પાકને નુકસાન થયું છે, જેના કારણે આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.
પડોશી રાજ્યોમાંથી દિલ્હીમાં મોટી માત્રામાં ફળો અને શાકભાજીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જે ઓગસ્ટના મધ્યમાં ભારે વરસાદ અને ત્યારબાદ આવેલા પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
મુખ્ય શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો ખાદ્ય ફુગાવાના દરને અસર કરી શકે છે.