– લ્યો બોલા…તાલુકો બન્યો છતાં જેસરમાં ફાયર ફાઈટરની સુવિધા નથી
– મોડીરાત્રે લાગેલી આગ વ્હેલી સવાર સુધી ચાલુ રહેતાં માલસામાન, રાચરચીલું બળીને ખાક્ : સદ્દનસીબે આગ નજીકની દુકાનમાં ન પ્રસરતાં મોટી દૂર્ઘટના ટળી
જેસર : ભાવનગર જિલ્લાના જેસરમાં બનેલી આગની ઘટનામાં મેઈન બજારમાં આવેલી ઈમિટેશન અને કટલેરીની દુકાનમાં શૉક સર્કિટના કારણે આગ લાગતાં સ્થાનિકો અને આસપાસના વેપારીઓએ ડોલ વડે પાણી છાંટી આગને કાબૂમાં લીધી હતી. જો કે, આગના કારણે દુકાનમાં રહેલો કટલેરીનો માલસામાન બળીને ખાક્ થઈ ગયો હતો.બીજી તરફ, જેસર તાલુકો બન્યા બાદ આજદિન સુધી ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ બની નથી તેવામાં આજે બનેલી આ ઘટનામાં સદ્દનસીબે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે કાબૂમાં આવી જતાં સ્થાનિકો અને આસપાસના દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો.
સ્થાનિક તંત્ર અને નબળી નેતાગીરીને શરમાવતી ઘટનાની વિગતો એવી છે કે, ભાવનગર જિલ્લાના જેસરની મેઈન બજારમાં આવેલી દિનેશભાઈ મોહનભાઈની માલિકીની લક્ષ્મી કટલેરી એન્ડ ઈમીટેશન નામની દુકાનમાં ગત મોડી રાત્રે અગ્મ્ય કારણોસર આગ લાગી હતી. જો કે, દુકાન બંધ હોવાના કારણે તેની જ્વાળાઓ દુકાન બાહર આવી ન હતી. બીજી તરફ, દુકાનની આંગની જ્ળાળાએ અંદર જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દુકાનમાં રહેલી કટલેરી તથા ફર્નિચર સહિતનું રાચરચીલું બળીને ખાક્ થઈ ગયું હતું. જો કે, વહેલી સવારે ૫ઃ૩૦ કલાકના અરસામાં શાકભાજીના વેપારી ભરતભાઈ કટલેરીની દુકાનમાંથી ધુમાડો નિકળતો હોવાનું જોઈ જતા દુકાન માલિકને જાણ કરી હતી. બીજી તરફ, બનાવના પગલે સ્થાનિકો અને વેપારીઓએ દુકાનનું શટર ઉચું કરી ડોલ વડે પાણીનો છંટકાવ કરી આગ બૂઝાવવા પ્રયાસ કર્યો હતો. જો કે, દુકાનમાં રહેલો સામાન તથા રાચરચીલું બળીને ખાક થઈ જતાં પાણીની ડોલ વડે થયેલાં છંટકાવથી કાબૂમાં આવી ગઈ હતી. જો કે, આગના કારણે દુકાનાં રહેલો ઈમીટેશન તથા કટલેરીનો સામાન તથા ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું. પ્રાથમિક તપાસમાં શૉક સર્કિટના કારણે આગ લાગી હોવાનું ખુલ્યું હતું.
બીજી તરફ, દુકાનમાં કાચનું ફર્નિચર હોવાથી સદ્નસીબે આગ આજુબાજુની દુકાનોમાં પ્રસરી ન હતી.જો આગે વિકરાસ્સ્વરૂપ ધારણ કર્યું હોત તો અહીં મોટી દૂર્ઘટના સર્જાઈ હોવાની સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી તાકિદે ફાયર સંબંધિત સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી.
જેસર તાલુકા બન્યો પણ ફાયર ફાયટર જ નથી
જેસર તાલુકો બન્યો છે પરંતુ તાલુકામાં સરકારી સુવિધાના નામે મિંડૂં છે. તાલુકો બન્યો છતાં જેસરમાં ફાયર ફાયટરની સુવિધા જ નથી. આગનો બનાવ બને ત્યારે ગારિયાધાર, મહુવા કે પાલિતાણાથી ફાયર ફાયટર બોલાવવા પડે છે અને બાજુના તાલુકામાંથી ફાયર ફાઈટર આવે ત્યાં સ્થાનિકો દ્વારા જ આગ બુઝાવી દેવામાં આવે છે. અનેક રજૂઆતો છતાં પણ જેસર તાલુકામાં ફાયર ફાઈટરની સુવિધા ઉભી કરવામાં આવી નથી.