– હેપ્પી બર્થડે ટુ નરેન્દ્ર મોદી : પીએમના જન્મદિનની ઉજવણી માતૃ વંદનાથી શરૂ થશે, ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયું ઊજવાશે
– વડાપ્રધાન મોદીને ભેટમાં મળેલી તાંજોર પેઈન્ટિંગ, નટરાજની પ્રતિમા સહિત 1300થી વધુ વસ્તુઓની ઈ-હરાજી કરાશે
નવી દિલ્હી : દેશના યશસ્વી અને વૈશ્વિક સ્તરે ખ્યાતિ ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પ્લેટિનમ જુબીલીના ભાગરૂપે તેમના જન્મદિને મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ભૈસોલા ગામમાં મહિલાઓ અને પરિવારો માટે સ્વાસ્થ્ય અને પોષણ પર આધારિત રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરશે અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કરશે. ભાજપ અને કેન્દ્ર સરકાર બુધવારથી બે ઑક્ટોબરને ગાંધી જયંતિ સુધી સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઊજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર, સ્વચ્છતા અભિયાન, હેલ્થ કેર, એક વૃક્ષ માતાને નામ સહિત જન કલ્યાણ કાર્યક્રમો અને વિકાસ પહેલ માટેના કાર્યક્રમો હાથ ધરશે.વડાપ્રધાન મોદી ધારમાં ૮મા રાષ્ટ્રીય પોષણ મહિના અને ‘સ્વસ્થ નારી શક્તિ પરિવાર’ અભિયાન શરૂ કરશે. તેઓ કેટલીક વિકાસ પહેલો પણ ખુલ્લી મુકશે.