– ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં ઘટાડાની જાહેરાત થઈ જતાં
– મધર ડેરીએ પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી : એક લિટર ઘીના ભાવમાં રૂ.30નો ઘટાડો
અમદાવાદ : દૂધ અને દૂધની બનાવટોના ઉત્પાદન અને વેચાણ સાથે સંકલાયેલી સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા અમૂલ તેના ૮૦૦ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરશે. જીએસટી કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા સંપૂર્ણ ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવા માટે આગામી બેથી ત્રણ દિવસમાં અમૂલ તરફથી જાહેરાત કરી દેવામાં આવશે. મધર ડેરીએ તેના ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી તે પછી અમૂલના ટોચના સૂત્રો સાથે થેયલી વાતચીતમાં તેમણે પ્રસ્તુત નિર્દેશ આપ્યો હતો.