મંગળબજાર વિસ્તારની હલદરવા પોળ ખાતે અવારનવાર ઉભરાતી ગટરથી વેપારીઓ અને ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. દુર્ગંધયુક્ત દૂષિત પાણી માર્ગ ઉપર ચારે તરફ ફરી વળતા ધંધા રોજગાર ઉપર અસર વર્તાઈ રહી છે. વેપારીઓનું કહેવું હતું કે, છેલ્લા એક વર્ષથી અવારનવાર આ સમસ્યા થઈ રહી છે. તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવી રહ્યો નથી. આજે વેપારીઓએ એકત્ર થઈ તંત્ર વિરુદ્ધ નારા નારાજગી દર્શાવી વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી.