– બરવાળાના ચોકડી ગામેથી
– એસઓજીએ દવાની ટીકડીઓ, ગ્લુકોઝ ના બોટલ, સીરપની બોટલ મળી કુલ રૂ. 20 હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : બરવાળાના ચોકડી ગામે નર્મદેશ્વર મહાદેવના મંદિર પાસે ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ તબીબને એસઓજીએ ઝડપી લઇ તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ એસઓજીને બાતમી મળી હતી કે, ચોકડી ગામે નર્મદેશ્વર મહાદેવના મંદિર પાસે સુરેશભાઈ મનુભાઈ ડોડીયાના રહેણાંક મકાનમાં હરેશ મુકેશ ભાઇ દેત્રોજા (રહે.વેજળકા તા.રાણપુર જી.બોટાદ ) કોઈપણ જાતની ડિગ્રી વગર પોતાની ડોક્ટર તરીકે ઓળખ આપી ડોક્ટર હોવાનુ જણાવી પ્રાઇવેટ દવાખાનુ ચલાવે છે. તેવી હકીકત મળતા તુરતજ એસઓજીએ તાલુકા હેલ્થ ઓફીસર બરવાળાને સાથે સ્થળ ઉપર ચોકડી ગામ પાસે જઈ નર્મદેશ્વર મહાદેવના મંદિર પાસે દરોડો પાડી હરેશ મુકેશ ભાઇ દેત્રોજાને ડોક્ટર ન હોવા છતા ડોક્ટર તરીકેની ઓળખ આપી કોઇપણ જાતની મેડીકલ પ્રેકટીસ માટેની ડિગ્રી ધરાવતા ન હોવા છતા કલીનીક ચલાવી કલીનીકમાં દવાની ટીકડીઓ, ગ્લુકોઝ ના બોટલ, સીરપની બોટલ તથા અન્ય મેડીકલ પ્રેકટીસને લગતા સામાન મળી કુલ રૂ.૨૦,૭૪૪ મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ બરવાળા પોલીસ માથામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.